મે મહિનાનું બીજું અને ત્રીજું અઠવાડિયું વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ સમયગાળામાં અનેક મુખ્ય ગ્રહો ગોચર કરશે.સૌ પ્રથમ, 14 મે 2025ના રોજ ગુરુ ગોચર કરીને વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેના થોડાજ કલાકો બાદ, 15 મેના રોજ સૂર્ય પણ ગોચર કરીને મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.આ બંને મુખ્ય ગ્રહોનું એક પછી એક ગોચર ખૂબ જ અસરકારક રહેશે.આ ઉપરાંત, 18 મેના રોજ રાહુ અને કેતુ પણ ગોચર કરશે.આ ચાર ગ્રહ ગોચરમાં સૂર્ય અને ગુરુ ગોચર થોડા જ કલાકના અંતરાલમાં થવાના છે, જે વિશેષ ફળદાયી સાબિત થશે. આ સંયોગ ખાસ કરીને પાંચ રાશિઓ માટે સંપત્તિ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવશે.
વૃષભ રાશિ
સૂર્ય અને ગુરુનો ગોચર તમારા જીવનમાં નવી ખુશીઓ લાવશે. ઘરમાં ચાલતી મુશ્કેલીઓ હવે દૂર થતી જણાશે. મિલકત સાથે સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે. નવી કાર ખરીદવાનો યોગ બની શકે છે. કારકિર્દીમાં મોટી પ્રગતિ થશે અને આવકમાં વધારો થશે.
મિથુન રાશિ
મે મહિનાનો આ ખાસ ગોચર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આરોગ્યમાં સુધારો થશે. વૈવાહિક જીવન વધુ મધુર બનશે. આ સમય કારકિર્દી માટે લાભદાયક રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં પણ લાભ મળવાની શક્યતા છે.
તુલા રાશિ
સૂર્ય અને ગુરુનો ગોચર તમારા માટે લાભદાયી રહેશે. પ્રેમ સંબંધો માટે આ શ્રેષ્ઠ સમય છે. જો તમે જીવનસાથી શોધી રહ્યા છો તો સફળતા મળી શકે છે. તમે કોઈ યાદગાર પ્રવાસ પર જઈ શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષા કે મોટી સ્પર્ધામાં સફળતા મળશે.
ધનુ રાશિ
સૂર્ય અને ગુરુનો ગોચર ખાસ ધનુ રાશિ માટે શુભ છે. જો લગ્નમાં વિલંબ આવી રહ્યો હોય તો હવે વિવાદો ટળશે અને લગ્ન યોગ બને છે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. સંપત્તિમાં વધારો થશે અને સમાજમાં માન-સન્માન મળશે.
કુંભ રાશિ
ગુરુના ગોચરથી તમારા પ્રેમ અને લગ્ન જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. સંબંધો વધારે ઘનિષ્ઠ બનશે અને પરસ્પર પ્રેમ વધશે. વ્યવસાયમાં વધારો થશે અને નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે. નોકરી કરતા લોકોને પગારમાં વધારો મળી શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)