ફિલ્મી દુનિયા

ડ્રગ કેસમાં આખરે NCBએ પાઠવ્યા સમન્સ.. આ 3 દિગ્ગજ અભિનેત્રીને તેડું આવ્યું, જાણો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા મોટા નામ સામે આવી રહ્યા છે. નાર્કોટિઓક્સ બ્યુરો દ્વારા આ મામલાની ખુબ જ ઊંડાઈથી તપાસ ચાલી રહી છે ત્યારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન , શ્રદ્ધા કપૂર, નમ્રતા અને રકુલ પ્રીત સહીત 7 લોકોના નામ સામે આવ્યા હતા. હવે આ 7 લોકોને એનસીબી દ્વારા નોટિસ મોકલીને 3-4 દિવસમાં હાજર રહેવા માટેનું જણાવવામાં આવ્યું છે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ 7 લોકોમાં દીપિકાની મેનેજર કરિશ્મા અને સુશાંતની મેનેજર શ્રુતિ મોદીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમને પણ આવનારા ત્રણ દિવસમાં બોલાવવામાં આવ્યા છે.

Image Source

રિપોર્ટ પ્રમાણે આ અભિનેત્રીઓ વિરુદ્ધ ડ્રગ્સ ખરીદવાની સાબિતી છે. જેના વિશે એનસીબી પુછપરછ કરશે. દીપિકાની તો એક વૉટ્સએપ ચેટ પણ વાયરલ થઇ રહી છે. જેમાં તે “માલ છે?” તેના વિશે પૂછી રહી છે. નાર્કોટિક્સ બ્યુરો દ્વારા અત્યાર સુધી 18 લોકોની પુછપરછ કરવામાં આવી છે.

Image Source

તો બીજી તરફ ડ્રગ્સ મામલામાં ધરપકડ કરવામાં આવેલી સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સુનાવણી માટે આજનો દિવસ નક્કી હતો. પરંતુ આજે સુનાવણી નથી થઇ શકી. કારણ કે મુંબઈમાં ખુબ જ વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી જમા થઇ ગયું છે. એવામાં હાઇકોર્ટમાં રજા રાખવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.