જાણવા જેવું જીવનશૈલી પ્રવાસ

ઉનાળા-ચોમાસાની ઋતુમાં છોકરાઓને લઈ જાવ ફરવા આ 5 સુંદર જગ્યાએ, જીવનભર વખાણ કરશો એવી જગ્યા છે

એ પણ શું દિવસો હતાં જયારે લોકો ઉનાળાની રજાઓમાં પોતાના પરિવાર સાથે ટ્રીપ પર જતા હતાં. એ દિવસોને કદાચ જ કોઈ ભુલાવી શકે. છોકરાઓના રાજાના દિવસોમાં ક્યાંક ફરવા જવાનો વિચારતા હોવ તો તમારા બજેટમાં દિલ્લીથી નજીક કેટલીલ મસ્ત જગ્યા છે.

Image Source

તમારા બજેટમાં તમારા છોકરાને કેટલીક સારી-સારી જગ્યાએ ફરાવી શકો છે. એવી જ થોડી ખાસ જગ્યા ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં આવેલી છે. ચાલો જાણીએ આ પાંચ જગ્યા વિશે.

નૈનીતાલ અને રાનીખેત :

Image Source

પરિવાર સાથે ફરવા જવા માટે નૈનીતાલને આપણે પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં બિલ્ડીંગથી લઈને બીજા કેટલાક પીકનીકના સ્થળ છે જ્યાં છોકરા માજાક- મસ્તી કરી શકે છે. આ ઉપરાંત અહીં ટ્રેકિંગ પણ છે અને અહીં પ્રાણી સંગ્રાલય પણ જોવા જેવું છે. તમે દિલ્લીથી ૫ કલાકમાં આરામથી નૈનીતાલ જઈ શકો છો.

જૈસલમેર (રાજેસ્થાન) :

Image Source

જૈસલમેરમાં લોકો દેશ-વિદેશથી અહીં આવે છે. જૈસલમેર ગોલ્ડ સિટી રાજસ્થાનના શાહી મહેલો અને એક રેતીના રણને જોવા માટે અહીં લોકો આવે છે. જૈસલમેર પાકિસ્તાન, બિકાનેર, બાડમેર અને જોધ પૂરની સીમા પર આવેલું છે. જૈસલમેરમાં ફરવા માટે અમર સાગર, ડેઝર્ટ ફેસ્ટિવલ, જૈસલમેરનો કિલો જેવા જોવાલાયક સ્થળ આવેલા છે. અહીં છોકરાઓને ખુબજ મજા પણ આવે છે.

ચમોલી (ઉત્તરાખંડ) :

Image Source

દૂર-દૂર સુધી ફેલાયેલી નર્મ ઘાસની ચાદર, પહાડી પરથી આવતો ઠંડો પવન અને સાથે-સાથે વહેતી નદીનો મધુર અવાજ. જો તમારે કુદરતનો આવો અનુભવ કરવો હોય તો આ ગરમીની રજાઓમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરવાનો વિચાર કરજો. અહીં બદ્રીનાથનું મંદિર પણ આવેલું છે જે ભારતના પ્રમુખ તીર્થ સ્થાનમાંથી એક છે. ભગવાન વિષ્ણુનું આ મંદિર અલકનંદા નદીના કિનારે આવેલું છે. અહીં મંદાકિની અને અલકનંદા નદીનું સંગમ સ્થાન નંદપ્રયાગ પણ આવેલું છે.

નોકુચિયાતલ (ઉત્તરાખંડ) :

Image Source

ઉનાળા વેકેશનમાં છોકરાઓ માટે આ જગ્યા ખુબજ સારી છે. દિલ્લીથી લગભગ ૫-૭ કલાક દૂર આવેલી આ જગ્યા પર તમે બોટીંગથી લઈને પેરાગ્લાઇડિંગની મજા માળી શકો છો. અહીં જંગલિયા ગામમાં પિકનીકની પણ મજા માળી શકો છો.

સવાઈ માધોપુર :

Image Source

સવાઈ માધોપુર ભારતનું ગૈરવશાળી ઇતિહાસિક શહેર માનવામાં આવે છે. આ જિલ્લો મહાન ચૌહાણ શાસક રાણા હમ્મિત દેવ ચૌહાણ અને રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન માટે ઓળખવામાં આવે છે. અહીં તમને વાઘ પણ જોવા મળશે. આ સ્થળ ખાલી ઉદ્યાન માટે નહીં પણ મંદિર માટે પણ પ્રસિદ્ધ છે. અહીં સુપ્રસિદ્ધ ત્રિનેત્રી ગણેશ ભગવાનનું મંદિર આવેલું છે જેનો મેળો ભાદરવા સુદ ચોથના દિવસે ભરાય છે. આ ઉપરાંત અહીં ખંડેર કિલ્લા પણ આવેલા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks