ટીવી અભિનેતા સુમિત વ્યાસ અને અભિનેત્રી એકતા કૌલના ઘરે આવ્યો નાનો મહેમાન. એકતાએ એક દીકરાને જન્મ આપ્યો છે. સુમિતે ટ્વીટ કરીને આ ખુશી તેના અને એકતાના ચાહકો સાથે શેર કરી. સુમિતે એમ પણ કહ્યું કે તેણે પોતાના દીકરાનું નામ નક્કી કર્યું છે. જણાવીએ દઈએ કે તેણે પોતાના દીકરાનું નામ વેદ રાખ્યું છે.
View this post on Instagram
સુમિતે પોસ્ટમાં લખ્યું, ‘દીકરો આવ્યો છે, જેનું નામ વેદ રાખવામાં આવ્યું છે. મમ્મી અને પપ્પા દર સેકન્ડે બાળકને સહેલાવી રહ્યા છે.’ સુમિત અને એકતાને આ સારા સમાચાર શેર કરતાંની સાથે જ સોશિયલ મીડિયા પર અભિનંદન મળી રહ્યા છે.
It’s a boy.
Shall be called VED.
Mamma and Daddy are acting cliché … smothering the child every few minutes…— Sumeet Vyas (@vyas_sumeet) June 4, 2020
ચાહકો સહિત કલાકારો પણ તેમને માતાપિતા બનવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે, સુમિત અને એકતા બાળકને લઈને ખૂબ ઉત્સાહિત હતા. તેઓ આ બેબીની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
View this post on Instagram
જો કે આ દંપતીએ હજી સુધી પોતાના દીકરાની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી નથી. કપલના ચાહકો તેમના નાના રાજકુમારની તસ્વીર જોવા માટે ઉત્સાહિત છે.
View this post on Instagram
થોડા સમય પહેલા અભિનેતા સુમિત વ્યાસ અને તેની પત્ની અભિનેત્રી એકતા કૌલે ટૂંક સમયમાં માતા-પિતા બનવાની માહિતી આપી હતી. એકતાએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને કહ્યું હતું કે, ‘તે અને સુમિત ટૂંક સમયમાં મમ્મી-પપ્પા બનવા જઈ રહ્યા છે.’ તેણે સુમિત સાથે એક ફોટો શેર કર્યો જેમાં એકતાનો બેબી બમ્પ જોવા મળે છે. હવે જ્યારે સારા સમાચાર આવ્યા છે ત્યારે સુમિત અને એકતા ખૂબ જ ખુશ છે.
View this post on Instagram
એકતા કૌલે તેની ગર્ભાવસ્થાના તબક્કે ખૂબ આનંદ માણ્યો હતો. લોકડાઉનના કારણે એકતા કૌલનું વર્ચુઅલ બેબીશાવર કરવામાં આવ્યું હતું. એકતાએ બેબી શાવરની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે.
એકતાએ જણાવ્યું કે, ‘તેણે બાળકનું નામ પહેલા જ નક્કી કરી લીધું હતું. તેને છોકરી અને છોકરા બંનેનું નામ વિચાર્યા હતા.’ એકતાએ કહ્યું હતું કે, ‘તેનો પતિ સુમિત તેની ખૂબ સારી સંભાળ લઈ રહ્યો છે.’ એકતાએ આગળ જણાવ્યું કે, ‘ગર્ભાવસ્થાના છેલ્લા અઠવાડિયામાં સુમિત તેની સાથે જ હતા, નહીં તો તે કામમાં વ્યસ્ત રહેત.’
View this post on Instagram
એકતા અને સુમિતે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. એકતા અને સુમિત એક સાથે પરફેક્ટ કપલ તરીકે જોવા મળે છે. બંનેની જોડી ચાહકોને પણ ખૂબ જ પસંદ છે.
View this post on Instagram
કામની વાત કરીએ તો સુમિત વ્યાસ ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે રાજકુમાર રાવની ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં જોવા મળ્યો હતો. એકતાએ ‘મેરે અંગને મેં’ શોથી નામના મેળવી હતી. આ ઉપરાંત તેને ‘બડે અચ્છે લગતે હૈ’, ‘રબ સે સોના ઇશ્ક’, ‘યે હૈ આશિકી’, ‘એક રિશ્તા એસા ભી’માં પણ કામ કર્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.