બોલિવુડની આ ખૂબસુરત અને બોલ્ડ અભિનેત્રી કરી ચૂકી છે 3 લગ્નો, પોતાના જ ભાઇ સાથેના આડા સંબંધોને લઇને ખૂબ રહી હતી ચર્ચામાં

3-3 લગ્ન કરનારી હોટ હિરોઈનના પોતાના જ ‘ભાઇ’ સાથે હતાં આડા સંબંધો, અત્યારે આવી દેખાઈ રહી છે ….

બોલિવુડમાં કેટલીક એવી અભિનેત્રીઓ થઇ ગઇ જેણે રાતોરાત ચર્ચાઓ મેળવી લીધી પણ તે લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીમાં ટકી શકી નહી. જો કે, તેમણે ફિલ્મો કરવાનું ના છોડ્યુ અને બોલિવુડથી સાઉથની ફિલ્મો તરફ વળી ગઇ. દિવંગત એક્ટર ઋષિ કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ આ અબ લોટ ચલેમાં લવલીનનો રોલ પ્લે કરનારી અભિનેત્રી સુમન રંગનાથનની પ્રોફેશનલ લાઇફ મજેદાર રહી છે, પણ એટલી જ તેની પર્સનલ લાઇફ દુખદ રહી છે. સુમનનો જન્મ 26 જુલાઇ 1974માં કર્ણાટકમાં જન્મ્યો હતો.

તેણે છેલ્લે બોલિવુડ ફિલ્મ ગુમનામ-ધ મિસ્ટ્રી કરી હતી, જે 2008માં રીલિઝ થઇ હતી. જો કે, તે હવે લાઇમલાઇટથી દૂર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ ઘણી સક્રિય છે. સુમને 1996માં આવેલી ફિલ્મ ફરેબથી 27 વર્ષ પહેલા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યાં આ ફિલ્મનું હીત યે તેરી આંખે ઝૂકી ઝૂકી સુપરહિટ રહ્યુ હતુ. સુમને 27 વર્ષના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. 1999માં આવેલી ઋષિ કપૂરની ફિલ્મ આ અબ લોટ ચલેમાં તેણે દમદાર રોલ કર્યો હતો, આ ફિલ્મમાં એશ્વર્યા રાય, અક્ષય ખન્ના અને રાજેશ ખનના હતા.

ફિલ્મમાં તેનો રોલ લવલીનનો હતો, જેને અક્ષય ખન્ના પ્રેમ કરતો હતો, પણ અક્ષયને પ્રેમ એશ્વર્યા પણ કરતી હતી. આ ફિલ્મની ખાસ વાત એ છે કે ઋષિ કપૂર દ્વારા નિર્દેશિત આ એકમાત્ર ફિલ્મ છે, જે બોક્સ ઓફિસ પર ભલે કમાલ ન કરી શકી પણ સ્ટોરી દર્શકોને પસંદ આવી હતી. આ અબ લોટ ચલે બાદ 2003માં સુમનને બાગબાનમાં જોવામાં આવી હતી. સુમને વધારે તો ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ જ પ્લે કર્યા છે. 90ના દશકમાં સુમન બોલ્ડ અભિનેત્રીઓમાંની એક હતી. બી-ટાઉનમાં તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અંદાજને લોકો પસંદ કરતા હતા.

તેની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેના ત્રણ ત્રણ વાર લગ્ન તૂટી ચૂક્યા છે. સુમનના પહલા લગ્ન મોડલ ગૌતમ કપૂર સાથે થયા હતા. આ લગ્નના તૂટ્યા બાદ તેણે ફિલ્મ નિર્દેશક બંટી વાલિયા સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન વધારે ના ટક્યા અને 2007માં છૂટાછેડા થઇ ગયા. બંટી વાલિયાથી અલગ થયા બાદ તેણે 2019માં કર્ણાટકના કોડુગુ જિલ્લામાં કોફીનો પ્લાન્ટ લગાવનાર વ્યવસાયી સાજન છિનપ્પા સાથે લગ્ન કર્યા,

તમને જાણીને નવાઇ લાગશે કે બંટી વાલિયાથી સુમન અલગ થઇ ત્યારે બંને વચ્ચે ઘણી અનબનની ખબરો સામે આવી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, બંટીએ લગ્ન તૂટવાનું કારણ સુમનનું માનીતા ભાઇ અને જીમ ટ્રેનર સાથે અવૈદ્ય સંબંધ જણાવ્યુ હતુ. સુમને કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને તે દિવસોમાં ફરહાન અખ્તર તેનો નજીકનો મિત્ર હતો. એક સમય હતો,

જ્યારે બોલિવુડના ગલિયારામાં ફરહાન સાથે તેનું નામ જોડાયુ પણ સંબંધ જલ્દી તૂટી ગયો અને સુમનનું નામ રાહુલ રોય સાથે જોડાયુ. બંને લિવ ઇનમાં પણ હતા. ખબરો અનુસાર, હવે સુમન લાઇમલાઇટથી દૂર છે અને તેણે તેના અંગત જીવનને ઉથલ-પાથલ વચ્ચે હવે પોતાને સમાજ સેવામાં વ્યસ્ત કરી દીધી છે. તે શિયાળામાં ગરીબોને ચાદરો વેચવા સાથે ભૂખ્યાને ખાવાનું અને જરૂરિયાતમંદની સહાયતા કરવામાં પોતાનો વધારે સમય વીતાવે છે.

Shah Jina