કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની 17 ગોળીઓ મારીને હત્યા કરી દેનારા હત્યારાઓની થઇ ઓળખ, આજે રાજસ્થાન બંધનું એલાન

સુખદેવ સિંહની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેનારા હત્યારા કોણ છે ? CCTV ફુટેજમાં છતાં થયા આરોપીઓના અસલી ચહેરાઓ, જુઓ

Sukhdev Singh Murder Case : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીને તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગેંગસ્ટર રોહિત ગોદારા સાથે સંકળાયેલા હુમલાખોરો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ગોળીબાર કરનારાઓની ઓળખ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી તરીકે થઈ છે. રોહિત નાગૌરના મકરાનાનો રહેવાસી છે, જ્યારે નીતિન હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. આ હત્યાકાંડ બાદ રાજસ્થાનના રાજપૂત સમુદાયમાં રોષ છે.

કોણ છે હત્યારાઓ :

હત્યાના વિરોધમાં આજે અનેક સ્થળોએ બંધ પાળવામાં આવ્યો છે. હત્યાકાંડના વિરોધમાં રાજધાની જયપુર, ઉદયપુર, જોધપુર, કોટા, ધોલપુર સહિત અનેક શહેરોમાં કરણી સેનાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યા હતા. સુખદેવસિંહ ગોગામેડીની હત્યા અંગે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે.

CCTV આવ્યા સામે :

હત્યાકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં જોઈ શકાય છે કે બંને શૂટર સુખદેવ સિંહ ગોગામેડી સાથે તેમના ઘરે વાત કરી રહ્યા હતા. બંને લગ્નનું કાર્ડ આપવાના બહાને ઘરમાં ઘુસી ગયા હતા. તક જોઈને બંનેએ ઝડપથી ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં ગોગામેડીનું મોત થયું હતું. આ ઘટના દરમિયાન ત્યાં હાજર ગોગામેડી ગાર્ડ અજીત સિંહ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.

સેનામાં છે એક આરોપી :

મહેન્દ્રગઢના દૌંગડા જાટ ગામના રહેવાસી નીતિન ફૌજી અલવરમાં 19 જાટ રેજિમેન્ટમાં તૈનાત હતો. વર્ષ 2019માં ભારતીય સેનામાં ભરતી કરવામાં આવી હતી. તેણે 8 નવેમ્બરના રોજ બે દિવસની રજા લીધી હતી અને તે ક્યારેય તેની ફરજ પર પાછો ફર્યો નહોતો. નીતિનના પિતાએ જણાવ્યું કે, “મારો પુત્ર કાર રિપેર કરાવવા માટે 9 નવેમ્બરના રોજ 11 વાગ્યે ઘરેથી મહેન્દ્રગઢ ગયો હતો, ત્યાર બાદ મારો તેની સાથે કોઈ સંપર્ક નથી.”

Niraj Patel