તિહાડ જેલની અંદર બંધ આરોપીએ નોરા ફતેહીને ગિફ્ટ કરી હતી BMW કાર ! જાણો 200 કરોડની ઠગીનો મામલો કયાં સુધી પહોંચ્યો

ઠગ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રિંગ મામલે ED સતત તપાસ કરી રહી છે. આ મામલે રોજ રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. આ મામલે બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાંડિસ સાથે કલાકો સુધી પૂછપરછ પણ થઇ છે. ત્યારે હવે આ મામલે નવી જાણકારી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે 200 કરોડની ધોખાધડી મામલે તિહાડ જેલમાં બંધ સુકેશે અભિનેત્રી અને ડાંસર નોરા ફતેહી તેમજ જેકલીન ફર્નાંડિસને એક મોટી લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી. એટલું જ નહિ, બંને અભિનેત્રીઓને બંગલો ગિફ્ટ કરવાની તૈયારી પણ થઇ રહી હતી.

EDને શક છે કે, નોરા ફતેહીને સુકેશે કથિત રીતે લગ્ઝરી કાર BMW ગિફ્ટ કરી છે. તે એ પૈસાથી ખરીદવામાં આવી છે, જે આરોપીએ દિલ્લીના એક મોટા બિઝનેસમેનની પત્ની સાથેથી ઉગામ્યા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે, તપાસ અધિકારીઓએ નોરાને આપવામાં આવેલી મોંઘી ગિફ્ટ વિશે સુકેશ અને તેની પત્ની લીના પૌલથી આ વિશે વાાતચીત કરી હતી. નોરાની આ કેસમાં કલાકો સુધી પૂછપરછ થઇ ચૂકી છે.

થોડા સમય પહેલા જેકલીન સાથે દિલ્લીમાં પ્રવર્તન નિદેશાલય EDએ સોમવારે ઘણા કલાકો સુધી પૂછપરછ કરી. આ પૂછપરછ 200 કરોડ રૂપિયાના ધોખાધડીના આરોપી સુકેશ ચંદ્રશેખરના કેસ સંબંધિત હતી. આ કેસમાં જેકલીન પણ સુકેશની ધોખાધડીનો શિકાર થઇ ગઇ હતી. પૂછપરછ બાદ ખુલાસો થયો હતો કે તિહાડ જેલની અંદરથી જ સુકેશ જેકલીનને કોલ કરતો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સુકેષ ચંદ્રશેખર તિહાડ જેલની અંદરથી સ્પૂકિંગથી જેકલીનને ફોન કરતો હતો. તે પોતાની ઓળખ સુકેશની જગ્યાએ બીજી બતાવતો હતો. એ પણ જાણકારી સામે આવી છે કે જેકલનીને ફોન કરી તે પોતાને કોઇ મોટો માણસ હોય એ રીતે પેશ કરતો હતો.

તપાસ એજન્સી અનુસાર, જયારે જેકલીન સુકેસના ઝાંસામાં આવી ગઇ તો આરોપી તેને મોંઘા ફૂલ અને ચોકલેટ પણ મોકલવા લાગ્યો. જેકલીને ત્યાર સુુધી એ સમજ આવ્યુ ન હતુ કે આ બધી તિહાડ જેલમાં બંધ દેશનો સૌથી મોટા છેતરપિંડી કરનાર સુકેશનુ કારસ્તાન છે. તે આ બધી વાતોથી અજાણ હતી. તપાસ એજન્સીઓ પાસે સુકેશના 24થી વધુ કોલ રેકોર્ડ હાથ લાગ્યા છે. જેને આધારે જેકલીન સાથે થયેલ ધોખાધડી વિશે તપાાસ એજન્સીઓને જાણ થઇ. સુરક્ષા કારણોને લઇને તપાસ એન્જસીએ ખુલાસો કર્યો નથી કે સુકેષ પોતે શુ જણાવીને જેકલીન સાથે વાતચીત કરતો હતો.

Shah Jina