મનોરંજન

સલમાનની બોલ્ડ હિરોઈન જેકલીનને તિહાડ જેલથી ફોન કરતો હતો દગાબાજ સુકેશ, ઘણા મોકલ્યા ફૂલ, ગિફ્ટ અને ચોકલેટ

200 કરોડનું મની લોન્ડરિંગ: ભાઈજાનની અભિનેત્રી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, જુઓ

શ્રીલંકન બ્યુટી અને બૉલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ પોતાના અભિનયના સિવાય પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જેકલીન ફર્નાંડિસ જેટલી મશહૂર છે તેટલી જ તેની મુસ્કાન માટે પણ જાણિતી છે. અવાર નવાર તેની ખૂબસુરતી અને તેની અદાઓને કારણે લોકોનું ધ્યાન ખેંચે છે.

જેકલીન સાથે દિલ્લીમાં પ્રવર્તન નિદેશાલય EDએ સોમવારે ઘણા કલાકો સુધી પૂછપરછ કરી. આ પૂછપરછ 200 કરોડ રૂપિયાના ધોખાાધડીના આરોપી સુકેશ ચંદ્રશેખરના કેસ સંબંધિત હતી. આ કેસમાં જેકલીન પણ સુકેશની ધોખાધડીનો શિકાર થઇ ગઇ છે. પૂછપરછ બાદ ખુલાસો થયો છે કે તિહાડ જેલની અંદરથી જ સુકેશ જેકલીનને કોલ કરતો હતો.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સુકેષ ચંદ્રશેખર તિહાડ જેલની અંદરથી સ્પૂકિંગથી જેકલીનને ફોન કરતો હતો. તે પોતાની ઓળખ સુકેશની જગ્યાએ બીજી બતાવતો હતો. એ પણ જાણકારી સામે આવી છે કે જેકલનીને ફોન કરી તે પોતાને કોઇ મોટો માણસ હોય એ રીતે પેશ કરતો હતો. તપાસ એજન્સી અનુસાર, જયારે જેકલીન સુકેસના ઝાંસામાં આવી ગઇ તો આરોપી તેને મોંઘા ફૂલ અને ચોકલેટ પણ મોકલવા લાગ્યો.

જેકલીને ત્યાર સુુધી એ સમજ આવ્યુ ન હતુ કે આ બધી તિહાડ જેલમાં બંધ દેશનો સૌથી મોટા છેતરપિંડી કરનાર સુકેશનુ કારસ્તાન છે. તે આ બધી વાતોથી અજાણ હતી. તપાસ એજન્સીઓ પાસે સુકેશના 24થી વધુ કોલ રેકોર્ડ હાથ લાગ્યા છે. જેને આધારે જેકલીન સાથે થયેલ ધોખાધડી વિશે તપાાસ એજન્સીઓને જાણ થઇ. સુરક્ષા કારણોને લઇને તપાસ એન્જસીએ ખુલાસો કર્યો નથી કે સુકેષ પોતે શુ જણાવીને જેકલીન સાથે વાતચીત કરતો હતો.

તમને જણાવી દઇએ કે, EDની ટીમે છેલ્લા સપ્તાહે સુકેશના ચેન્નાઇના બંગલા પર છાપેમારી કરી હતી, ત્યાં ટીમને 82 લાખ રૂપિયાથી વધારે કેશ અને એક ડઝનથી વધારે વિદેશી ઇમ્પોર્ટેડ કાર મળી હતી. તપાસ એજન્સી અનુસાર ઘણા જાણીતા ડાયરેક્ટર એક્ટર સુકેશના ઝાંસામાં આવી ચૂક્યા છે. તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. સુકેશ ચંદ્રશેખરને દિલ્લી પોલિસની અપરાધ શાખાએ રેલિગેયરના પૂર્વ નિર્દેશક માલવિંદર સિંહ અને શિવેંદ્ર સિંહી પત્નીઓથી 200 કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

સુકેશે મોટો અધિકારી બની પહેલા શિવેંદ્ર સિંહની પત્નીને ફોન કર્યો અને કહ્યુ કે, સરકાર તેમની મદદ કરવા માંગેે છે અને આ માટે તેમને પાર્ટી ફંડમાં પૈસા આપવા પડશે. જે બાદ શિવેંદ્ર સિંહની પત્નીએ 200 કરોડ અલગ અલગ કિસ્તોમાં આપ્યા. આવી જ રીતે તેણે માનવિંદરની પતનીને ફોન કર્યો અને તેને લગભગ 4 કરોડ રૂપિયા આપ્યા હતા.ED આ મામલાની મની લોન્ડ્રિંગ અંતર્ગત તપાસ કરી રહી છે