ખબર

દીકરીના માતા પિતા માટે ખુશ ખબર, દીકરીને 21માં વર્ષે મળી અઢળક રકમ, આ યોજનામાં થયો મોટો બદલાવ, જલ્દી કરો

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું, અને જેના કારણે સરકારની ઘણી યોજનાઓનો લાભ ઘણા લોકો મેળવી ના શક્યા એવી જ એક યોજના હતી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ ખાતું ખોલાવવાનું રહી ગયું હતું, હવે સરકાર દ્વારા આ યોજનાની મુદ્દતને લંબાવી દેવામાં આવી છે અને જેમની દીકરી 10 વર્ષની થઇ ગઈ હોય, એવા ખાતા ખોલવાના કેટલાક નિયમોમાં થોડી ઢીલ આપી છે.

Image Source

ડાક વિભાગ વિભાગના હાલના નિર્દેશો પ્રમાણે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 31 જુલાઈ 2020 કે તેના પહેલા તે દીકરીઓના નામ  ખોલાવી શકાય છે જે છોકરીઓની ઉમંર 25 માર્ચ 2020થી જૂન 2020 સુધી લોકડાઉનના સમયગાળા દરમિયાન 10 વર્ષ પૂર્ણ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે સુકન્યા યોજનામાંજન્મ થી લઈને 10 વર્ષની ઉમર સુધી ખાતું ખોલાવી શકાય છે.

આ યોજના અંતર્ગત દીકરીને ઉંચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચને સરળતાથી પૂર્ણ કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે તમારી દીકરીના જન્મથી જ આ યોજનામાં રોકાણ કરો છો દીકરીના 21 વર્ષ પૂર્ણ થવા ઉપર તમને એટલી રકમ મળશે કે તમારી બધી ચિંતાઓ દૂર થઇ જશે. આ યોજનામાં તમે 15 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.

Image Source

ગરીબી કે નિમ્ન મધ્યમવર્ગમાં જીવનનારા પરિવારના માથે દીકરીને ભાર ના સાંજે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે જ આ યોજનામાં બીજી યોજનાઓ કરતા વધુ વ્યાજ આપવામાં આવે છે. આ ખાતાની દર ત્રણ મહિનામાં સમીક્ષા થાય છે. હાલમાં આ યોજના ઉપર 7.6 ટકા જેટલું વ્યાજ મળી રહ્યું છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું તમે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો, આ ઉપરાંત તમારા ઘરની નજીકની આસપાસની બેન્કમાં પણ આ ખાતા વિષે તપાસ કરી શકો છો. મોટાભાગની બેન્કોને સરકારે આ ખાતું ખોલવા માટે અધિકૃત કરી છે.

Image Source

આ યોજનામાં, સરકાર અન્ય યોજનાઓની તુલનામાં વધુ વ્યાજ ચૂકવે છે, તેથી તમે તેમાં અમર્યાદિત રકમ જમા કરી શકતા નથી. સરકારે નાણાકીય વર્ષમાં વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરવાની મંજૂરી આપી છે. આ ખાતામાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે, જ્યારે તેની પરિપક્વતા અવધિ 21 વર્ષ છે. જો કે, દીકરી 18 વર્ષની થઈ જાય પછી, ઉચ્ચ શિક્ષણ માટે ખાતામાંથી કેટલાક પૈસા ઉપાડવાની મંજૂરી છે.

Image Source

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલવા માટે, તમારે કેટલાક કાગળો અથવા દસ્તાવેજોની જરૂર પડશે. જેમ કે બાળકીનો જન્મ કે વય પ્રમાણપત્ર, બાળકના માતાપિતાનું સરનામું પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડ. જો આધારકાર્ડ ન હોય તો રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળી બિલ, પાસપોર્ટ વગેરેને પણ માન્ય દસ્તાવેજો તરીકે અધિકૃત કરવામાં આવ્યા છે.