પાટણમાં 45 વર્ષના પિતાએ ટ્રેન નીચે આત્મહત્યા કરી, પુત્ર એટલું રડ્યો કે મૃતદેહમાં બેઠો થયો અને કપાયેલુ શરીર પકડીને દીકરાનું હૈયાફાટ રુદન

પાટણમાંથી આવી હૈયું ચીરી નાખતી ઘટના: પિતાના શરીરના ટુકડેટુકડા થઇ ગયા- દીકરો અને દીકરીનું હૈયાફાટ રુદન

ગુજરાતમાં પાટણ સુજનીપુર નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 45 વર્ષીય આધેડે ટ્રેનની નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પછી તત્કાલ તેનો દીકરો અને દીકરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આધેડના ધડના બે ટુકડા થઇ ચુક્યાં હતા. આ ભયાનક નઝારો જોતા જ પુત્રનો આક્રંદ જોઇને પિતાના શરીરમાં ફરી એકવાર પ્રાણ પુરાયા હોય તે પ્રકારે અડધુ કપાયેલું ધડ ફરી એકવાર બેઠું થયું હતું. તે પુત્રને જોઇને રડી પડ્યું હતું અને પછી થોડીવાર ઉંડા ઉંડા શ્વાસ લઇને અંતિમ દમ ભર્યો હતો. ત્યાર બાદ તરફડતા તરફડતા પોતાનો પ્રાણ છોડી દીધો હતો.

કાળજુ કંપાવનારી આ ઘટનામાં આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હોવા છતા પણ તેઓ થોડા સેકન્ડો માટે જીવતા રહ્યા હતા. હાથથી ટ્રેન પકડીને જાણે અંતિમ શ્વાસ ભરી લેવા માંગતા હોય તેવું દ્રશ્ય દેખાતું હતું. ઘટનાની સેકન્ડોમાં આવી પહોંચેલા દીકરા દીકરીનું હૈયાફાટ રૂદન જોઇને વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ તપાસમાં આધેડની ઓળખાણ થતાં તેના ફેમિલી વાળાનો કોન્ટેક્ટ કર્યો હતો પછી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે આ ઘટના વિશે લોકોને ખબર પડી તરત જ ત્યાં લોકોના ટોળેના ટોળા ઉમટી પડયા પછી એવુ કહેવામા આવી રહ્યુ છે કે, આ મૃતક આશરે 45 વર્ષની ઉમર ધરાવતો હતો અને તે ટરબા ચલાવતો હતો. 45 વર્ષનો આ વ્યક્તિ પોતાના સંતાનોને ભણાવવા પાટણ રહેવા માટે આવ્યા હતા. ખરેખર આ ઘટના ભલભલાનું કાળજુ કંપકંપાવી દે. બાપનું તરફડતુ ધડ જોઈને લાચાર પુત્ર પિતાના પગ પકડીને હૃદયફાટ રુદન કરવા લાગ્યો. જ્યારે પિતાએ ટ્રેન નીચે પડતુ મૂક્યુ એવી ખબર મળી એટલે પુત્ર અને પુત્રી બંને ઘટનાસ્થળે આવી ગયા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજ રોજ પાટણના સુજનીપુર નજીક રેલવે ફાટક પાસે માલગાડી પસાર થઇ રહી હતી. આ સમયે કોઈ અણગમતા કારણોસર સેવંતી ભારથી ગૌસ્વામી નામના 45 વર્ષીય આધેડ ટ્રેન નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામા આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. આધેડના શરીરના બે ટુકડા થયા છતાંપણ અમુક સેકન્ડ તે જીવંત રહ્યા હતા.

આ ઘટના ઘટતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક આ બાબતે જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચુકી હતી. પોલીસની આ તપાસ દરમિયાન આધેડની ઓળખ થતા જ તેના પરિવારનો સંપર્ક કરવામા આવ્યો અને તે પણ તુરંત ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા મૃતકના દેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

YC