સુરત મહિલા પ્રોફેસરને મરવા મજબુર કરી આ લોકોએ, ફોનમાં ગંદા ફોટો વાયરલ કર્યા, વાંચો ચોંકાવનારી ઘટના, શેર પણ જરૂર કરજો જેથી બીજા સાથે આવું ન બને…

ગુજરાતમાંથી આપઘાતના કિસ્સા સમયાંતરે વધતા જઇ રહ્યા છે. કોઇ પ્રેમ સંબંધમાં તો કોઇ આર્થિક તંગીને કારણે તો કોઇ માનસિક હેરાનગતિ અથવા તો બ્લેકમેઇલિંગને કારણે આપઘાત કરે છે. ત્યારે લગભગ દોઢેક મહિના પહેલા સુરતમાં જહાંગીરપુરામાં રહેતી આસિટન્ટ મહિલા પ્રોફેસરે ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો અને જેણે મહિલા પ્રોફેસરને આપઘાત કરવા મજબૂર કરી તેણે ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી 23 હજાર પડાવ્યા હતા. ત્યારે આ મામલે પોલિસે કાર્યવાહી કરી 3 આરોપીને બિહારના નક્સલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે.(તમામ તસવીરો સૌજન્ય દિવ્ય ભાસ્કર)

શું હતો બનાવ 

પ્રાપ્ત વિગત અનુસાર સુરતના, જહાંગીરપુરામાં રહેતી 25 વર્ષીય મહિલા પ્રોફેસરે 16 માર્ચના રોજ ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધુ હતુ. મૃતકે આપઘાતના એક દિવસ પહેલાં નાની બહેનના મોબાઇલ પર વોટ્સએપ મેસેજ કર્યો હતો અને તેમાં ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ મોક્લ્યો હતો. જે બાદ નાની બેને મોટી બેનને વાત કરી હતી.

જેમાં તેણે જણાવ્યું કે મારા મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. એમાં એક્સેસમાં કોન્ટેક્ટ એસએમએસમાં યસ કરેલું હતું તે બાદ ઘરે અને કોલેજના સમયે બ્લેકમેઇલિંગ કરી ખોટા મેસેજ કરવામાં આવતા અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા. ત્યારે આ બ્લેકમેઇલિંગ દરમિયાન આરોપીઓએ UPI ઉપરથી 3000, 1500, 6000, 1500 અને 8000 રૂપિયા અને પેટીએમ મારફત 3 હજાર બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરાવ્યા,

નંબરો પાકિસ્તાનના 

મૃતકને જે 3 નંબરથી વોટ્સએપ કોલ આવ્યા એ નંબરો પાકિસ્તાનના છે અને કેટલીક ગેરકાયદે એપ્લિકેશન છે, જેના પરથી ઠગ ટોળકી જે-તે દેશનો કોડ નંબર અને ફોનનંબર લખી સોશિયલ મીડિયા થકી વાત કરતી હોય છે. આ મામલે પોલિસની તપાસ ચાલુ હતી અને આઇપી એડ્રેસની તપાસ કરી તો લોકેશન બિહારનું હોવાનું સામે આવ્યું. જે બાદ રાંદેર પોલીસની ટીમ બિહારના નક્સલી વિસ્તારમાં પહોંચી અને વેશપલટો કરીને વોચ ગોઠવી અભિષેક કુમાર રવીન્દ્રપ્રસદ સિંહ, રોશન કુમાર વિજય પ્રસાદ સિંહ અને સૌરભ રાજ ગજેન્દ્રકુમારની ધરપકડ કરી.

વેશપલટો કરીને આરોપીઓને ઝડપ્યા 

ત્યારે નક્સલી વિસ્તારમાં હોવાથી ખૂબ જ કાળજીપૂર્વક સ્થાનિક પોલીસ સાથે મળી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ. જે ત્રણ આરોપીઓની પોલિસે ધરપકડ કરી છે તે 10 સુધી જ ભણેલા છે અને તેઓ ઓનલાઇન સર્ચ દ્વારા ફોન હેક કરવાનો શીખ્યા હતા. પોલીસે ત્રણ દિવસ સુધી સતત વોચ રાખી રેકી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે લેપટોપ, પ્રિન્ટર, કી-બોર્ડ, માઉસ, ફિંગરપ્રિન્ટ મશીન અને 15 જેટલાં આધારકાર્ડની ઝેરોક્સ કબજે કરી છે અને કુલ 51,000ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડ્યો છે.

Shah Jina