મહેસાણામાં ફાર્મસી કોલેજની ગુમ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળતા હડકંપ, લેબોરેટરીમાં…..જાણો વિગતે

Mehsana Crime News: ગુજરાતમાંથી (Gujarat) અવાર નવાર આપઘાતના (Suicide) ઘણા મામલા સામે આવે છે. છેલ્લા સમયમાં તો રાજ્યમાં આપઘાતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં મહેસાણા(Mehsana) ના વડસ્મા નજીક આવેલી કોલેજમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે. ફાર્મસીમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી ઉમરગામની 21 વર્ષીય યુવતીની રહસ્મય સંજોગોમાં શનિવારે કોલેજના એક બિલ્ડિંગમાંથી લાશ મળી આવી હતી અને આ બાદ તો ખળભળાટ મચી ગયો હતો.

વલસાડના ઉમરગામના કછી ગામ, રાણાફળિયુંની 21 વર્ષિય તિતિક્ષા પટેલ વડસ્મા નજીક આવેલ શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલમાં ફાર્મસી કોલેજના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી અને તે હોસ્ટેલમાં રહેતી હતી. કોલેજમાંથી યુવક અને યુવતી ગુમ થવા અંગે પોલીસની તપાસ ચાલુ હતી અને આ દરમિયાન જ શનિવારે કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી યુવતીની લાશ મળી આવી.

ઘટનાની ગંભીરતાં જોતાં એફએસએલની ટીમને બોલાવવામાં આવી અને તપાસ હાથ ધરાઇ. મૃતક તિતિક્ષાના પરિવારને ઘટનાની જાણ કરતા પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટરોની મદદથી પીએમ કરાયું હતું. યુવતીનું મોત ઝેરી દવાના લીધે થયાનું સામે આવ્યુ છે. ત્યારે હવે યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરાઇ છે તે તો તપાસ બાદ જ સામે આવશે. હાલ તો લાંઘણજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર યુવકની શોધખોળ હાથ ધરી છે.

File Pic

હાલ તો આ મામલો પ્રેમ પ્રકરણનો જણાઈ રહ્યો છે અને યુવતીની સાથે અભ્યાસ કરી રહેલો યુવક ફરાર છે, જેની ભાળ મેળવવા સઘન તપાસ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, તિતિક્ષા બે ભાઈઓ વચ્ચે એકની એક બહેન હતી. ત્યારે હવે યુવતિના આપઘાતને લઈને પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર તેમની દીકરીનું મનોબળ મજબૂત હતુ અને તે ક્યારેય આવું પગલું ન ભરી શકે. જો કે, આ મામલે હાલ તપાસ થઇ રહી છે.

Shah Jina