આજના બાળકોને શું કહેવું ? 21 વર્ષની વિદ્યાર્થીનીને માતા પિતાએ ન્યુ યર પર ફોટોશૂટ કરવા જવાની ના પાડી તો આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું…

હે ભગવાન, કેવો ભયંકર કળયુગ આવ્યો છે અને કેવી જનરેશન આવી રહી છે…માતા પિતાએ મોલમાં ફોટોશૂટ કરવા જવાની ના પાડી, તો વિદ્યાર્થીનીએ કરી લીધો આપઘાત

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના મામલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાઓ નાની નાની વાતમાં પણ પોતાના જીવન ટૂંકાવી દેતા હોય છે. તેમના આપઘાત પાછળ મોટાભાગના કારણ પરીક્ષામાં નાપાસ થવાનું અને પરિવારના સભ્યો દ્વારા કોઈ બાબતે ટોકવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ એક ઘટના સામે આવી છે જેમાં એક માતા પિતાએ પોતાની 21 વર્ષની દીકરીને ન્યુયરની પાર્ટી કરવા જવા દેવાની ના પાડી તો દીકરીએ મોતને જ વહાલું કરી લીધું.

21 વર્ષની વિદ્યાર્થીનીનો આપઘાત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બેંગલુરુના સુદામાનગરમાં શનિવારે રાત્રે 21 વર્ષની એક વિદ્યાર્થીનીએ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતીની ઓળખ વર્શિની તરીકે થઈ છે, જે બેંગલુરુની એક ખાનગી કોલેજમાં BBAની વિદ્યાર્થીની હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેના માતા-પિતાએ તેને મોલમાં ફોટોશૂટ માટે જવાની મનાઈ કરી હતી, ત્યારબાદ તેણે કથિત રીતે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

ન્યુ યર પર ફોટોશૂટ કરવા જવાની ના પાડી :

“યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણે ફોટોગ્રાફીનો કોર્સ પૂરો કર્યો હતો. તેણે બેંગલુરુના એક મોલમાં ફોટોશૂટ કરાવવા માટે તેના માતા-પિતા પાસેથી પરવાનગી માંગી હતી. તેના માતા-પિતાએ તેને ફોટોશૂટ માટે મોલમાં જવાની મંજૂરી આપી ન હતી. તે રાત્રે તેણે આત્મહત્યા કરી લીધી હતી અને રવિવારે સવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. બેંગલુરુ સેન્ટ્રલ ડિવિઝનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) શેખર એચટીએ મીડિયાને જણાવ્યું કે તપાસ ચાલુ છે.

પોલીસ કરી રહી છે તપાસ :

પોલીસે જણાવ્યું હતું કે તેમને કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરંતુ ઘટના પહેલા તેણે કોઈને મેસેજ કર્યો હતો કે કેમ તે માટે તેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મામલે વર્શિનીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

Niraj Patel