‘હજી તો પહેલી ફિલ્મ આવી નથી અને આટલો એટિટયૂડ…’ આ કારણે SRKની લાડલી સુહાના ખાન થઇ રહી છે ટ્રોલ- જુઓ વીડિયો

બોલિવુડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલિવુડની ફેમસ અને સ્ટાઇલિશ સ્ટારકિડ્સમાંની એક છે. તમને જણાવી દઇએ કે, સુહાના ખાન જલ્દી જ ઝોયા અખ્તરની ફિલ્મ “ધ આર્ચીઝ” સાથે પોતાનું બોલિવુડ ડેબ્યુ કરી રહી છે. આ વાતમાં કોઇ શક નથી કે ચાહકો સુહાનાની પહેલી ફિલ્મને લઇને ઘણા એક્સાઇટેડ છે. પરંતુ હાલમાં એવું કંઇક થયુ કે જેને કારણે સુહાનાને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. હાલમાં જ સુહાનાને મુંબઇમાં સ્પોટ કરવામાં આવી હતી.

પરંતુ આ દરમિયાન તે પેપરાજીને પોઝ આપ્યા વગર જ જતી રહી હતી. પેપરાજી તેને સહજ મહેસૂસ કરાવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તે કેમેરો જોતા જ મોં ફેરવી ચાલી નીકળી હતી. આ દરમિયાનનો સુહાનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, સુહાના તેની કારમાંથી નીચે ઉતરે છે અને પેપરાજીને જોતા જ મોં ફેરવી ત્યાંથી ચાલી નીકળે છે. ત્યારે ફોટોગ્રાફર સુહાનાને કહે છે કે રુકો સુહાનાજી, હવે શું ટેન્શન છે ? હવે તો તમારી ફિલ્મ આવી રહી છે.

અમારો ચહેરો યાદ રાખજો. હવે તો રોજ મળવાનું થશે. પરંતુ તેમ છત્તાં સુહાના ત્યાંથી કંઇ પણ બોલ્યા વગર અને પેપરાજીને પોઝ આપ્યા વગર જતી રહે છે. સુહાનાના આ બિહેવિયરને લઇને લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ- આટલું ગંદુ ઇગ્નોર. અન્ય એક યુઝરે લખ્યુ- એટિટયૂડ ક્વીન. એક યુઝરે તો એવી કમેન્ટ કરી કે હજી તો પહેલી ફિલ્મ આવી નથી અને આટલો એટિટયૂડ. 1 મિનિટ પણ વાત ના કરી.

આ મોટી સ્ટાર બનશે ત્યારે શું કરશે…તેના પપ્પાને પણ નહિ બોલાવે. સુહાનાના લુક વિશે વાત કરીએ તો, સુહાના નો મેકએપ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. જેમાં તે ઘણી કુલ લાગી રહી હતી. સુહાનાને કેટલાક યુઝર્સ દ્વારા તેના લુકને લઇને પણ ટ્રોલ કરવામાં આવી હતી. એક યુઝરે તેના લુક પર કમેન્ટ કરતા લખ્યુ કે, આ તો મેકઅપ વગર 350માં કામ કરનારી રોજમદાર મજૂર લાગે છે. અન્ય એકે લખ્યુ- મહિલાના કપડામાં શાહરૂખ ખાન.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે, સુહાનાએ હાલમાં જ ઉટીમાં ધ આર્ચીઝનું શુટિંગ સેડ્યુલ પૂરુ કર્યુ છે. આ ફિલ્મથી માત્ર શાહરૂખની લાડલી સુહાના ખાન જ નહિ પરંતુ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાનો દીકરો અગસ્ત્ય નંદા અને શ્રીદેવી તેમજ બોની કપૂરની દીકરી અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર પણ ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2023માં નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે.

Shah Jina