લેખકની કલમે

ઓફિસમાં એક કલાક પછી સુહાના નો ફોન રણકે છે. સુહાના ઉપાડે છે સામેથી એક મધુર અવાજ આવે છે “હલો કોણ?

બીજો પ્રેમ- ભાગ ૧

પહેલો પ્રેમ સાચો હોઇ એવુજરુરી નથી કોઇ વાર બીજો પ્રેમ પણ સાચો હોઇ શકે. શું પ્રેમ બીજી વાર જીંદગી મા આવે તો એને second chance આપવો જોઇએ? શું એક વાર વિશ્વાસ તુટે તો બીજી વાર કરવાનો હક છે? શું બીજી વાર પ્રેમ થશે એનાંથી? ચલો જાણીએ સુહાના ની કહાની માં. શું સુહાના થી થઇ શકશે બીજો પ્રેમ?

વડોદરા થી નડિયાદ જતી ટ્રેન પોતાની speed થી ચાલી રહી હતી લોકોની ભારે ભીડ હતી તરાહ તરાહ ના લોકો હતા ટ્રેન મા અને બધાજ અલગ અલગ હેતુથી મુસાફરી કરી રહયા હતા કોઇ નોકરી કરવા જઇ રહેલુ કોઇ પોતાના ગામ જઇ રહેલુ એમા જ બારી આગળ બેઠેલી અેક છોકરી સુંદર રેશમી કાળા વાળ હવાથી ઉડી રહયા છે સુંદર કાળી અળીયાણી આંખો ગોરો રંગ white plazo અને pink ખુરતી મા કોઇ અપસરા થી કમ નોતી લાગી રહી નામ એનુ સુહાના નામ જેવા જ ગુણ ટ્રેન મા બેસી સવાર ની ઘટના ને વિશે વિચારી રહી હતી.

સવારે રોજ સુહાના ઘરનુ કામ પતાવી જમવાનુ બનાવી પોતાનુ ટીફીન લઇ નીકળે કામ પર જવા ઘરમા એ એના માતા માલતીબેન અને પિતા માધવભાઇ સાથે રહે middle class ફેમીલી એનુ પાપા ને દિલ ની બિમારી થઇ ગયેલી એક વાર અટેક આવી ગયેલો એટલે જોબ છોડવી પડેલી( અટેક નુ કારણ આગળ ખબર પડસે) સવારે સુહાના ને એના માતા માલતીબેન સાથે થોડી બોલાચાલી થઇ ગયેલી અને ગુસ્સા મા નીકળી ગયેલી topic એ જ હતો રોજનો લગ્ન.

માલતીબેન ની ઇચ્છા હતી હવે સુહાના આગળ વધે લગ્ન કરી સુખી રહે પણ સુહાના તૈયાર ન હતી એ હજીય પોતાના અતીત માં જીવી રહી હતી અતીત ની કડવી યાદ એ એને emotionless બનાંવી દીધી હતી ( શું છે સુહાના નું અતીત?) એ જાણવા વાંચો આગળ

સાડા નવ થયા હતા સુહાના આજે રોજ કરતા લેટ હતી એની boss તરફથી આજે ડાંટ પડેલી મુડ ખરાબ હતો recruiter ની જોબ કરતી હતી શિવ કનસલટનસી માં એટલે ટારગેટ પુરો કરવાનો રહેતો એવા ખરાબ મુડ સાથે જ એણે આજનાં કામ ની શરૂઆત કરી. આજે એની પાસે એજીંનીયરીંગ ની વેકેન્સી હતી ૫૦ ફોન કરી ચુકી હતી કોઇ પણ યોગ્ય મળયુ ન હતુ હવે નામ હતુ ૫૧ મું અને ૫૧ મો ફોન હતો નામ હતુ કિશન. સુહાના ને કયાં ખબર હતી આ ૫૧ મો ફોન એની જીંદગી બદલવા જઇ રહયો હતો. ( કોણ હશે આ કિશન? કેવી રીતે બદલશે આ સુહાના ની જીંદગી?)જાણવા માટે વાંચો આગળ

સુહાના ફોન જોડે છે સામેથી કોઇ ઉપાડતુ નથી સુહાના પછી બીજા કામ મા મશગુલ થઇ જાય છે એક કલાક પછી સુહાના નો ફોન રણકે છે. સુહાના ઉપાડે છે સામેથી એક મધુર અવાજ આવે છે “હલો કોણ?” સુહાના એ અવાજ થી આકર્ષણ અનુભવે છે ઠંડી હવાનુ ઝોકુ એને અડીને એની કાન ની ઇયર રીંગ ને હલાવી જાય છે. “હલો કોણ? ” સામેથી અવાજ આવે છે સુહાના ની વિચાર તંદ્ના તુટે છે અને જવાબ આપે છે સુહાના. સામે છેડેથી અવાજ આવે છે હુ કિશન. અહિ સુહાના પોતાનુ નામ જણાવે છે સુહાના. નામ સાંભળતા જ કિશન ના દિલની ધડકન વધી જાય છે આ હતી બંનેની પહેલી વાત. બંને ને કયાં ખબર હતી કે એમની લાઇફ બદલવાની હતી આ ૫૧ મા ફોન થી.

વાત આગળ વધે છે સુહાના ફોન નુ કારણ જણાવે છે સામે કિશન પણ કહે છે કે એને જોબ બદલવી છે કિશન નડિયાદ રહેતો હતો તયાંજ જોબ કરતો હતો પોતાની જોબ હવે બદલવા માંગતો હતો. કિશન દેખાવે handsome કોઇ પણ છોકરી નુ દિલ આવી જાઇ એવો. કોલેજ મા કેટલીય છોકરીઓ એની દિવાની હતી પણ એણે કયારેય કોઇની માટે એવુ અનુભવ કરયુ ન હતુ. પિતા મહેશભાઇ કાપડ નાં વેપારી છે માતા મધુબેન ગૃહિણી છે એમનો એક નો એક દિકરો એટલે કિશન. કિશન હસમુખો અને દયાળુ પણ ખરો જીંદગી પ્રત્યે એનો અભિગમ પોસિટીવ. કિશન ખુશીની બહાર તો સુહાના ગમ નાં સાગર મા ડુબેલી બંને આસમાન જમીન જેવા છે જોઇએ હવે આ આસમાન જમીન નુ મિલન થશે ક નહિ.

સુહાના કિશન ને જોબ વિગત આપે છે અને કિશન સહમત થ‍ાઇ છે સુહાના એને પહેલા પોતાની અોફીસ આવવા માટે કહે છે detail લેવા માટે કિશન અોફિસ કલાક મા ન આવી શકવાથી બહાર મળવાનુ કહે છે સુહાના અોફિસ થી છુટીને મળવાનુ કહે છે કિશન સહમત થાય છે બંને નડિયાદ નાં કોફી શોપ માં મળવાનુ નકકી કરે છે

સાંજે કિશન કોફી શોપ માં પહોચી જાય છે સુહાના ની રાહ જોવે છે એટલામાં જ કોફી શોપ નો દરવાજો ખુલે છે પિંક ટોપ સફેદ પલાઝા મા સુહાના આવતી દેખાય છે ટેબલ ફેન ની હવા સુહાના ના વાળ લહેરાવી રહી છે એના આગળના વાળ ની લટ એની આંખોમા નડે છે ને સુહાના વાળ હટાવે છે પાછળ કિશન ની નજર એના પર જ છે એ એને જોઇ રહે છે એકીટશે એનુ દિલ એક ધબકારો ચુકી જાય છે સમજાતુ નથી એને શું થઇ રહયુ છે એટલા માં સુહાના આવીને intro આપીને shakehand કરવા હાથ લંબાવે છે કિશન હાથ મિલાવે છે એનુ દિલ જોર થી ધડકી રહયુ છે આજ સુધી ઘણી છોકરીઅો સાથે હાથ મીલાવેલો પણ આજે એને કાઇ અલગ જ લાગી રહયુ હતુ સુહાના બેસે છે સામેની ખુરશી પર. સુહાના detail આપે જાઇ છે કિશન એને જોવામાં જ busy છે કિશન કાંઇ ઓરડર કરવા નું પુછે છે તો સુહાના ના પાડે છે સુહાના સમજાવી ને ફટાફટ નીકડી જાય છે અને કિશન બસ એને જતા જોઇ રહે છે.
આ હતી એમની પહેલી મુલાકાત.

શું થશે હવે આ મુલાકાત ની આગળ? કેવી રીતે જોડાશે સુહાના કિશન ની કિસમત? શું હશે સુહાના નુ અતિત? જોઇશુ આગળનાં ભાગમાં

ભાગ-2 વાંચ્યો તમે ? ના વાંચ્યો હોય તો વાંચવા ક્લિક કરો

લેખક: બંસરી પંડયા “અનામિકા”

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો