સિલ્વર સાડી અને મેસી બનમાં સુહાના ખાનને જોઇ ચાહકો થયા લટ્ટુ, જાહ્નવી કપૂરની બોલ્ડનેસ પડી ફિક્કી- જુઓ તસવીરો

જાહ્નવી કપૂરની બોલ્ડનેસ પણ ના આવી કામ, જ્યારે પાર્ટીમાં શાહરૂખ ખાનની લાડલી સુહાનાએ સાડી પહેરી મારી એન્ટ્રી

દીવાળીનો તહેવાર હવે ઘણો નજીક છે, અને એવામાં બધી બાજુ દીવાળીની તૈયારીઓ ચાલુ છે. ત્યાં આ ફેસ્ટિવ સિઝનમાં બી ટાઉનના સ્ટાર્સ પણ કેવી રીતે પાછળ રહી શકે. કૃતિ સેનન, રમેશ તોરાનીની દીવાળી પાર્ટી બાદ હવે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ દીવાળી પાર્ટી હોસ્ટ કરી હતી અને આ પાર્ટીમાં સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો. જ્યાં બધા સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યા હતા. જાહ્નવી કપૂર, ખુશી કપૂર, સુહાના ખાન, અનન્યા પાંડેથી

લઇને વિક્કી-કેટરીના, એશ્વર્યા રાય બચ્ચન સહિત અનેક ગોર્જિયસ લુકમાં પાર્ટીમાં પહોંચ્યા હતા. પરંતુ આ પાર્ટીની લાઇમલાઇટ જો કોઇ છીનવી ગયુ હોય તો તે છે શાહરૂખની લાડલી અને સ્ટારકિડ સુહાના ખાન. સુહાના ખાને પાર્ટીમાં સાડી પહેરી હતી, જેમાં તે ઘણી જ ગોર્જિયસ લાગી રહી હતી. સુહાના ખાન સિલ્વર સાડીમાં પ્રેમાળ લાગી રહી હતી. તેની સાડી પર વર્ટિકલ પેટર્નમાં મેચિંગ એમ્બ્રોડરી કરવામાં આવી હતી. જેની બોર્ડર પર ગોટા પટ્ટી એડ કરવામાં આવી હતી.

આ સાડી સાથે તેણે ડીપ નેક સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યો હતો. સુહાનાએ આ સાડીના પલ્લૂને પોતાની કમર પાછળ ખોસ્યો હતો. લાઇટ મેકઅપ સાથે સુહાનાએ વાળને મેસી બનમાં કેરી કર્યા હતા. આ લુકમાં હસીના ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. ત્યાં જાહ્નવી કપૂર પણ આ પાર્ટીમાં તેનો બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરી રહી હતી. જાહ્નવી સ્ટાઇલિશ લુકમાં બહેન ખુશી સાથે આ પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન તે ગ્રીન લહેંગામાં નજર આવી હતી.

અદાકારાના આ ટ્રેડિશનલ અટાયરમાં ગ્રીન સ્ટાઇલિશ ચોલી હતી, જેમાં વેસ્ટ પર બંને બાજુ કટ આઉટ ડિટેલ હતી. ત્યાં ડીપ પ્લંજિંગ નેકલાઇન અને સ્ટ્રેપી સ્લીવ્સ જાહ્નવીના લુકમાં બોલ્ડનેસ એડ કરી રહી હતી. જાહ્નવીનો આ લહેંગા ચોલી શિમરી ઇફેક્ટ ક્રિએટ કરી રહ્યો હતો. આ લહેંગા ચોલી સાથે જાહ્નવીએ એમ્બેલિશ્ડ દુપટ્ટો કેરી કર્યો હતો. ત્યાં મેકઅપ માટે તેણે બ્રાઉન આઇશેડો સાથે લિપસ્ટિક અને વાળને વેવ્સમાં ખુલ્લા છોડી દીધા હતા. 

 

જાહ્નવીની બહેન ખુશીની વાત કરીએ તો, તેણે તેના માટે શીયર સાડી પસંદ કરી હતી. જેના પર ફ્લોરલ એમ્બ્રોડરી નજર આવી રહી હતી. ત્યાં સાડી સાથે તેણે ડીપ નેકલાઇનનો સ્લીવલેસ ક્રોપ બ્લાઉઝ કેરી કર્યો હતો.સેલેબ્સના ફેવરિટ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ગુરુવારની રાત્રે આ દિવાળી પાર્ટી હોસ્ટ કરી હતી. આ દરમિયાન વિકી કૌશલ, કેટરિના કૈફ, વરુણ ધવન, કૃતિ સેનન, માધુરી દીક્ષિત, કરણ જોહર, 

સારા અલી ખાન, નોરા ફતેહી સહિત અન્ય ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા. પાર્ટીમાં દરેક વ્યક્તિ ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન આવતાની સાથે જ કેમેરા તેના તરફ વળ્યા હતા. બધાની નજર તેના પર ટકેલી હતી. તમામ સ્ટાર્સમાં સ્ટાર કિડ સુહાના ખાનનો આ પહેલો જાહેર દેખાવ હતો. સુહાનાને જોઈને પેપરાજીઓ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ત્યાં સુહાના પણ હસતી અને પોઝ આપતી જોવા મળી હતી. સુહાનાને આ લુકમાં જોઈને ફેન્સને દીપિકા પાદુકોણ યાદ આવી ગઈ. યુઝર્સે પણ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરવાનું શરૂ કર્યું કે આ દીપિકા શું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina