લેખકની કલમે

સુહાના કિશન અને ઉપરથી વરસી રહેલો વરસાદ… વરસાદ મા પલળેલા બંન્ને પ્રેમી પંખીડા હંસોની જોડી જેવા લાગી રહયા હતા….વાંચો સ્ટોરી

બીજો પ્રેમ ભાગ ૩

કિશન સુહાના ને હવે રોજ મળવા લાગે છે ઓફીસ થી ઘરે જતા. ધીમે ધીમે બંન્ને ની દોસ્તી વધે છે પછી તો બંન્ને સાથે મુવી જોવા કોફી શોપ મા અવાર નવાર મળવા લાગ્યા હવે સુહાના ધીરે ધીરે નોરમલ લાઇફ જીવતા શીખી ગઇ હતી હવે તેને દરેક વાત મા કિશન ની જરૂર પડવા લાગી કિશન એની જીંદગી નો એક એહેમ હિસ્સો કયારે બની ગયો ખબર જ ન રહી કે એમ કહુ ક એનો બીજો પ્રેમ કયારે બની ગયો એ ખબર ન રહી

જો તમે પાર્ટ-1 ન વાંચ્યો હોય તો વાંચો ક્લિક અહિયાં કરીને 

જો તમે પાર્ટ-2 ન વાંચ્યો હોય તો વાંચો ક્લિક અહિયાં કરીને 
૧૪ ફેબ્રુઆરી છે વેલેન્ટાઇન ડે છે કિશને સુહાના ને નડીયાદ ના બ્લુબેરી મા બોલાવી છે સુહાના ત્યા રેડ કલર ના ડ્રેસ મા પહોચે છે હોલ રેડ અને વ્હાઈટ બલુન થી સજાવેલો છે કિશન સુહાના તરફ આવે છે ઘુટણે વળી હાથમાં ગુલાબ નુ ફુલ લઇ એને પ્રપોઝ કરે છે

સુહાના ની આંખમાં આંસુ આવી જાય છે એ રડતી આંખે બહાર જવા જાય છે તયાં કિશન રોકે છે એનો હાથ પકડીને અને કહે છે આજે તુ મને નહી કહે શું વાત છે તો હું અહીં જ જીવ આપી દઇશ સુહાના એને વળગી ને વાત કરે છે ક પોતાને રાજ છેતરી ગયેલો અને લગ્ન ના દિવસે બધુ સોનુ અને સામાન લઇને નાસી ગયેલો જેના લીધે સુહાના ના પિતા ને એટેક આવી ગયેલો પણ બચી ગયેલા

ત્યાર પછી સુહાના નો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયેલો કિશન બધી જ વાત શાંતી થી સાંભળે છે અને વિશ્વાસ આપે છે કે પોતે કયારેય એને છોડીને નહી જાય

બસ પછી તો બંન્ને પોતાના પરિવાર ને જણાવે છે માલતીબેન ની તો ખુશી નો પાર નથી કે આખરે એની દિકરી ને પોતાનો સાચો પ્રેમ મળી ગયો. કિશન ના ઘરનાં પણ માની જાય છે બંન્ને ના ધામધુમ થી લગ્ન થાય છે

આવી રીતે મળ્યો સુહાના ને એનો બીજો પ્રેમ.

લેખક: બંસરી પંડયા

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.