મનોરંજન

ભાઇની ધરપકડથી પરેશાન સુહાના ખાન બીમાર, શાહરૂખ-ગૌરી પાસે દર કલાકે…જાણો વિગત

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન આ દિવસોમાં ડગ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. શાહરૂખ ખાનની લાખો કોશિશો બાદ પણ તેઓ હજી સુધી દીકરાની જમાનત કરાવી શક્યા નથી. આ કારણે તેમનો પરિવાર ડિસ્ટર્બ થઇ ગયો છે. એટલું જ નહિ પરંતુ વિદેશમાં ભણી રહેલી તેમની દીકરી સુહાના ખાન પણ પેરેન્ટ્સના ટચમાં છે અને ભાઇની અપડેટ લઇ રહી છે. સાથે સુહાના ખાનને પિતાની પણ ચિંતા થઇ રહી છે જે આર્યન ખાનની ધરપકડ બાદથી ઠીકથી ના તો ખાઇ રહ્યા છે અને ના તો સૂઇ રહ્યા છે.

એટલું જ નહિ, જેવી જ સુહાના ખાનને ભાઇની ધરપકડ વિશે જાણ થઇ તો તેમના પેરેન્ટ્સે તેણે મુંબઇ આવવાની પરમિશન માંગી હતી પરંતુ તેમણે ના કહી દીધી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સુહાના ખાન ભાઇને લઇને ઘણી ચિંતામાં છે અને તે સતત તેની માતા ગૌરી ખાનના સંપર્કમાં છે અને ભાઇના તેમજ પિતાના હાલચાલ લઇ રહી છે. ખબર એવી છે કે તે દર કલાકે ફોન કરી હાલચાલ લઇ રહી છે. સાથે જ સુહાના ખાનને તેના પિતાની ચિંતા સતાવી રહી છે.

જણાવી દઇએ કે, આર્યન ખાનની જમાનત કોર્ટ દ્વારા નકારી દેવામાં આવી હતી અને તે બાદ 11 ઓક્ટોબરના રોજ સેશંસ કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ કોર્ટે NCBને પોતાનો જવાબ દાખલ કરવાનો સમય માંગ્યો હતો અને કોર્ટે બે દિવસ આપ્યા હતા, જેને કારણે સુનાવણી 13 ઓક્ટોબરના રોજ થઇ હતી, પરંતુ ગઇકાલના રોજ સુનાવણી પેન્ડિંગ રાખવામાં આવી હતી અને હવે કોર્ટ આજે આર્યનની જમાનત અરજી પર પોતાનો નિર્ણય સંભળાવશે.

ખબરોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આર્યન ખાનની ધરપકડ બાદ સુહાના ખાન બીમાર થઇ ગઇ હતી અને તેને ભાઇની ઘણી ચિંતા થઇ રહી હતી. એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે સુહાના ખાનને ભાઇની ધરપકડ વિશે જાણ થઇ તો તે તુરંત જ ભારત પરત આવવા માંગતી હતી.

ઉલ્લેખનીય છે કે, આર્યનની ધરપકડ બાદથી બોલિવુડમાંથી શાહરૂખ અને આર્યનને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. NCBએ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને કાર્ડેલિયા ક્રૂઝથી કથિત ડગ પાર્ટી કેસમાં ધરપકડ કરી હતી. બાદમાં બધાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને NCB કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. કોર્ટે NCB કસ્ટડી ખત્મ થયા બાદ તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં  મોકલી આપ્યા હતા,