દુબઈના સલૂનમાં પહોંચી શાહરુખની લાડલી, ટ્રોલરે આડે હાથ લીધી અને કહ્યું કે બાપની કમાણી
બોલીવુડના સ્ટારની જેમ જ સ્ટાર કિડ્સ પણ હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં છવાયેલા રહેતા હોય છે. હાલમાં બોલીવુડના કિંગ ખાનનો સમગ્ર પરિવાર દુબઈની અંદર છે. જ્યાં તે પોતાની ટિમ કોલકત્તા નાઈટ રાઇડરને આઇપીએલમાં પ્રોત્સાહન આપી રહ્યો છે. તેની દીકરી સુહાના ખાન પણ દુબઈની અંદર છે અને તેની દુબઈના સલૂનમાં મેકઓવર કરાવતી કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.

સુહાના દુબઇ પહોંચ્યા બાદ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર સતત પોતાની તસવીરો શેર કરી રહી છે. જેનાથી ચાહકોને ખબર પડી રહી છે કે સ્ટારકિડ્સ હાલમાં દુબઈની અંદર મોજ માણી રહ્યા છે.

હવે સુહાના ખાનની એક સલૂન તસ્વીર સામે આવી રહી છે. જ્યાં સુહાના મેકઓવર કરાવતી નજરે આવી રહી છે. તસ્વીરોમાં દેખાઈ રહ્યું છે કે સુહાના ખાન હેયર કટ કરાવી રહી છે અને નેલ્સ મેકઓવર કરાવી રહી છે.

તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે સલૂનની અંદર સુહાના ગઈ છે તે સલૂન પણ ખુબ જ લક્ઝુરિયસ દેખાય છે. આ તસવીરો દ્વારા જ તમે અંદાજો લગાવી શકો છો કે સ્ટારકિડ્સ કેવા પ્રકારની લક્ઝુરિયસ લાઈફ જીવે છે. સાથે શાહરુખની પત્ની ગૌરી ખાન પણ સલૂનમાં પોતાના વાળ સેટ કરાવતી જોવા મળી રહી છે.

સુહાનાએ સલૂનમાંથી પોતાના નવા લુકની તસવીરો પણ શેર કરી છે. સુહાના સલૂનમાં સફેદ રંગના જંપસૂટમાં નજર આવી રહી છે. ત્યારબાદ સુહાનાએ પોસ્ટ મેકઓવર લુકની તસ્વીર પણ શેર કરી છે. તો ગોલ્ડન રિંગ અને બ્રેસલેટ સાથે બ્લેક ફ્લોરલ ડ્રેસમાં સુહાના ખુબ જ આકર્ષક દેખાઈ રહી છે.

સુહાનાની આ તસ્વીર ઉપર લોકોનો પ્રેમ મળી રહ્યો છે. સુહાનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર આ તસવીરો શેર કરી છે. જોકે સુહાના છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. અને પોતાના ચાહકો સાથે પોતાની પર્સનલ લાઈફ પણ શેર કરતી રહે છે. હાલમાં જ તેને પોતાની ઘણી થ્રોબેક તસવીરો શેર કરી છે અને આ પહેલા અભદ્ર કોમેન્ટ કરનારા ટ્રોલર્સને પણ તેને જવાબ આપ્યો હતો.