અત્યારના સમયમાં બોલીવુડની દુનિયામાં સુપરસ્ટાર્સની સાથે સાથે તેઓના બાળકો પણ મોટાભાગે ચર્ચાનો વિષય બની જાય છે. તેમાંની જ એક સ્ટાર કિડ છે બોલીવુડના કિંગ ખાંનની દીકરી સુહાના ખાન. આગળના ઘણા સમયથી સુહાના ખાન અવાર નવાર ચર્ચામાં આવી જ જાય છે.
તાજેતરમાં જ સુહાના ખાને ન્યુયોર્ક યુનિવર્સટીમા માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન લીધું છે અને અમુક દિસવો પહેલા તે ન્યુયોર્ક પહોંચી ચુકી છે. તેના કોલેજના પહેલા દિવસનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.
સુહાના ખાને હજી સુધી બોલીવુડમાં એન્ટ્રી લીધી નથી છતાં પણ આજે તે દરેકની ફેવરિટ લીસ્ટમાંની એક બની ગઈ છે જેનો પૂરો શ્રેય તેની વાઇરલ તસ્વીરો અને વીડિયોને જાય છે. અભ્યાસ કરવાની સાથે સાથે સુહાના ખાન સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.
સુહાના ખાન પોતાના પિતા શાહરુખ ખાનની જેમ બોલીવુડમાં પોતાનું નામ બનાવવા માંગે છે. પોતાના અભ્યાસ પછી સુહાના ખાન બોલીવુડમાં ડેબ્યુ કરી શકે તેમ છે. એક ઇન્ટરવ્યૂમાં શાહરુખ ખાને સુહાના ખાનના બૉલીવુડ ડેબ્યુને લઈને કહ્યું હતું કે,”સુહાના હાલ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે, માટે હાલ તો તે ફિલ્મોમાં નહિ આવે”.
જ્યારથી સુહાના ન્યુયોર્ક પહોંચી છે ત્યારથી તેની તસ્વીરો અને વિડીયો સામે આવતા રહ્યા છે. એવામાં એકવાર ફરીથી સુહાના ખાનની નવી તસ્વીર સામે આવી છે. જેમાં તે બ્લુ રંગના ડ્રેસમાં કુલ લાગી રહી છે, પણ આલોચનાનો શિકાર પણ થઇ ગઈ.
સુહાનાની તસ્વીર સામે આવતા જ યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું કે,”સુહાના એકદમ પોતાના પિતાની જેમ દેખાઈ રહી છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે,”તે શાહરુખ ખાનની જુડવા લાગી રહી છે”. તસ્વીરમાં સુહાના કદાચ કોઈ ડાંસ સ્ટેપ્સ કરતી દેખાઈ રહી છે.
આ સિવાય એક યુઝરે લખ્યું કે,”પુરી આદમી જ લાગી રહી છે, છોકરી જેવી નથી દેખાતી”. અન્ય એકે લખ્યું કે,”ડરામણું…લેડી એસારકે(શાહરુખ ખાન), કોઈ મને કહેશે કે આ છે શા માટે”. જ્યારે એક યુઝરે લખ્યું કે,”માથામાં વિગ પહેરેલો શાહરુખ ખાન”.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks