ફિલ્મી દુનિયા

બૉલીવુડ ડ્રગ્સ કેસમાં અભિનેત્રીઓના નામ આવવા દુઃખી દુઃખી શાહરુખની લાડલી, જાણો શું કહ્યું

લ્યો બોલો, ડ્રગમાં હીરોઇનો ઝડપાઇ તો આને પેટમાં દુખ્યું, કહી દીધી શરમજનક વાત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સામે આવેલા ડ્રગ્સ કનેક્શનની અંદર બોલીવુડના ઘણા બધા લોકોના નામ સામે આવી રહ્યા છે. એનસીબી દ્વારા પોતાની તપાસ પણ ખુબ જ ઝડપી થઇ ગઈ છે.

Image Source

રિયા ચક્રવર્તીની ધરપકડ અને પુછપરછ બાદ એક પછી એક મોટા નામોનો ખુલાસો થઇ રહ્યો છે. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકૂલ પ્રીત સિંહ, સિમોન ખંબાટા, શ્રદ્ધા કપૂરને એનસીબી દ્વારા સમાન મોકલી દેવામાં આવ્યું છે. દીપિકાને આજે પુછપરછ માટે પણ બોલાવી છે. શુક્રવારે એનસીબીએ રકૂલ પ્રીત સિંહની 4 કલાક પુછપરછ કરી હતી.

Image Source

આ દરમિયાન જ શાહરુખ ખાનની લાડલી સુહાના ખાને એક ગુપ્ત પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર શેર કરી છે. આ પોસ્ટની અંદર તેને મહિલાઓ પ્રત્યેની નફરત અને બેતરફી વ્યવહારનો ઉલ્લેખ કર્યો છે.

Image Source

સુહાનાએ સ્ટોરીમાં લખ્યું છે: “મિસૉગાઈની ના ફક્ત મહિલાઓ પ્રત્યે નફરત છે, પરંતુ આ મહિલાઓ પ્રત્યે એક નફરત ભરેલો વ્યવહાર પણ છે. તમારે દરેકે સચેત રૂપે વિચારવાની જરૂરિયાત નથી કે મહિલાઓ આવું કંઈક કરે છે. પરંતુ તમે પોતાને જ પૂછો જયારે કોઈ મહિલા આવું કઈ કરે છે તો તમને એક એક પુરુષ દ્વારા કરવામાં આવેલા કામોથી ઘણું વધારે આહત અનુભવ કરાવશે.”

Image Source

સુહાનાએ લોકોના આવા બેતરફી વ્યવહારની પણ નિંદા કરી છે તેને આગળ લખ્યું છે કે: “બેતરફી વ્યવહાર ખુબ જ ડરામણો હોય છે.”

Image Source

તમને જણાવી દઈએ કે ડ્રગ્સ કેસની અંદર અત્યાર સુધી બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓના નામ આવી ચુક્યા છે. ઘણા પુરુષ અભિનેતાઓ પણ એનસીબીની રડારમાં છે. પરંતુ હજુ સુધી તેમના નામ બહાર નથી આવ્યા. સુહાના તેને લઈને થોડી આહત હતી. સુહાના ન્યુયોર્ક યુનિવર્સીટીમાં ફિલ્મમેકિંગની વિધાર્થીની છે. પોતાના અભ્યાસ બાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.