મનોરંજન

વિદેશમાં ભણવા ગયેલી શાહરુખની લાડલી જુઓ આ શું કરી રહી છે… જાણો વિગત

એ વાત તો બધાને ખબર છે કે સુહાના ખાન પોતાના પિતાની જેમ અભિનેત્રી બનવા માંગે છે. સુહાનાની School અને કોલેજના પ્લેની તસ્વીરો કાયમ વાયરલ થતી જ હોય છે. ફરી એકવાર સુહાનાની એક તસ્વીર સામે આવી છે જેમાં તેને કોલેજમાં પ્લે કર્યો હતો. આ તસ્વીરમાં તમે સુહાનાને ડાન્સ કરતા જોઈ શકો છે. આ તસ્વીર આવતાની સાથે જ વાયરલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

Follow @suhanakhanteam

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

તેને ચાર્લી ચેપ્લિન જેવો વેશ ધારણ કર્યો હતો. તેને સફેદ રંગની વેસ્ટ અને કાળા રંગનું ટ્રાઉસર અને કાળી ટોપી પહેરી હતી. તેની આ તસ્વીરને હજારો લાઈક મળ્યા છે અને તેની સાથે તેના ચાહકોએ કોમેન્ટ પણ કરી છે. એક ચાહકે લખ્યું છે કે ‘ઉફ યે અદા’ તો બીજા ચાહકે લખ્યું છે કે ‘ખુબ જ સારી કલાકારી સાથે ડાયરેક્શન પણ શીખી રહી છે.’

 

View this post on Instagram

 

Baby 💞 @suhanakhanteam

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

આટલું જ નહિ શાહરુખ ખાનની દીકરી સુહાના અભિનેત્રી બનવાનું સપનું જુએ છે. સુહાના પોતાના ક્લાસમેટની શોર્ટ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનું નામ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ છે. સુહાના તેના પહેલા રોમિયો અને જુલિયટના પ્લેમાં પણ કામ કરી ચુકી છે. તેને લંડનમાં જુલિયટની ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

Follow @suhanakhanteam

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

સુહાનાએ થોડા સમય પહેલા જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને ગ્રેજ્યુએશન સેરેમનીમાં શાહરુખ અને તેની પત્ની ગૌરી પણ ત્યાં હાજર રહ્યા હતા. સુહાનાને થિએટરમાં પોતાનું યાગદાન આપવા માટે પણ એવોર્ડ મળ્યો હતો. શાહરુખ ખાને પોતાની દીકરીની સફળતા પર ગર્વ કરતો ફોટો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

શાહરુખ ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે તેની દીકરીના અભિનેત્રી બનવાના સપનાને સપોર્ટ કરે છે અને તેની સાથે એ પણ જણાવ્યું કે ડેબ્યુ કરતા પહેલા સુહાનાએ પોતાનું ભણતર પૂરું કરવું પડશે. જણાવી દઈએ કે સુહાના અભિનેત્રી બનવા માંગે છે જયારે આર્યનને એક્ટિંગમાં કોઈ રસ જ નથી. આર્યન યુએસમાં ડાયટેકટર બનવાની ટ્રેનિંગ લઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

Double tap @suhanakhanteam

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.