મનોરંજન

સુહાના ખાનની આ સેલ્ફીથી ખુલી ગયુ એનું એક રહસ્ય, તસ્વીર થઇ ધડાધડ વાઇરલ

બોલીવુડમાં હાલના દિવસોમાં સ્ટાર કિડ્સની ધૂમ મચેલી છે.કોઈ ફિલ્મમાં ડેબ્યુ કરી ચુક્યા છે તો કોઈ ફિલ્મોમાં એન્ટ્રી લેવાની તૈયારી કરી રહ્યા છે. એમાંની જ એક સ્ટાર કિડ છે ‘સુહાના ખાન’. અભિનેતા શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન સૌથી ફેમસ સ્ટાર્સના બાળકોમાની એક છે,હાલતો સુહાના ફિલ્મોમાં એન્ટ્રી લઇ નથી રહી, પણ તેની ફૈન ફોલોઇંગ કોઈ સુપરહિટ અભિનેત્રીથી ઓછી નથી. આજ કારણ છે કે તે મીડિયાની પણ ફેવરીમાંની એક છે.

શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન હાલના દિવસોમાં ખુબ ચર્ચામાં છે.મોટાભાગે તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થાતી રહે છે.ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ સુહાના ખાન પોતાની ફેશન સેન્સ અને સુંદર અંદાજ માટે ઓળખવામાં આવે છે. હાલમાં તેની એક અન્ય તસ્વીર વાઇરલ થઇ છે જેમાં તે અરીસાની સામે તસ્વીર લઇ રહેલી નજરે પડે છે, જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે પણ તેની આ સેલ્ફીએ તેની સાથે જોડાયેલું એક રહસ્ય પણ ખોલી નાખ્યું છે.

કિંગ ખાનની દીકરી સુહાના ખાનની મિરર સેલ્ફી ખુબ વાઇરલ થઇ રહી છે. તસ્વીરમાં સુહાના કાળા રંગના ડ્રેસમાં દેખાઈ રહી છે. ખાસ વાત એ છે કે સુહાનાએ પોતાના ફોન કવરમાં રાખેલું એટીએમ કાર્ડ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આ સિવાય તેના ફોન કવરમાં અન્ય ચીજો પણ રાખેલી દેખાઈ રહી છે.તેની આ તસ્વીરને જોઈને એ જાણ થાય છે કે તેને પણ સામાન્ય લોકોની જેમ પોતાની વસ્તુઓ ફોન કવરમાં રાખવાની આદત છે.

જો કે સોશિયલ મીડિયા પર એ વાત એકદમ સામાન્ય થઇ ગઈ છે કે કોઈ સ્ટાર કિડ પોતાની તસ્વીર પોસ્ટ કરે અને તેની આલોચના કરવામા આવે. તસ્વીરના વાઇરલ થાવાની સાથે જ લોકોએ જાત જાતની કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું.એક યુઝરે લખ્યું કે,”તે પોતાનું એટીએમ કાર્ડ ફોનના કવરમાં રાખે છે”. જયારે અન્ય યુઝરે લખ્યું કે,”તેના એટીએમ કાર્ડમાં નિશ્ચિત રૂપથી કરોડો રૂપિયા હશે,લકી ગર્લ”.

જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા સુહાના ખાનની ટ્રેડિશનલ ડ્રેસમાં તસ્વીર વાઇરલ થઇ હતી,જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.પોતાની એક તસ્વીરમાં જ્યા સુહાના ખાન લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો જયારે બીજી તસ્વીરમાં તે સાડી પહેરેલી નજરમાં આવી હતી.

અમુક દિવસો પહેલા સુહાનાનો એક ડાંસ કરી રહેલો વિડીયો પણ વાઇરલ થયો હતો. આ ડાન્સ વિડીયો લંડનના એક ડાન્સિંગ સ્કૂલનો હતો.સુહાના ખાનને ડાન્સ કરતા જોઈને તેના ફેન્સે કહ્યું હતું કે તે ક્યારે બોલીવુડમાં ડેબ્યુ કરશે? આગળના દિવસોમાં એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવીને સુહાનાએ એ સાબિત કરી દીધું હતું કે તેનામાં અભિનેત્રી બનવાના દરેક ગુણ છે.જો કે એક ઇન્ટરવ્યૂમાં શાહરુખ ખાને કહ્યું હતું કે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ સુહાના ખાન બોલીવુડમાં શામિલ થાશે.