શાહરૂખ ખાનની લાડલીએ પહેરી એટલી મોંઘી ચંપલ કે કિંમત સાંભળી બેભાન થઇ જશો- જુઓ તસવીરો

અમીર પપ્પાની લાડલીના ચપ્પલની કિંમત સાંભળીને ધોળે દિવસે તારા દેખાઈ જશે

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાને ભલે બોલિવૂડમાં હજી સુધી ડેબ્યૂ કર્યું ન હોય, પરંતુ તેમ છતાં તે તેની ફેશન સેન્સ અને બોલ્ડનેસને લઇને અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. તે ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ફિલ્મના શૂટિંગ માટે પણ ખૂબ મહેનત કરી રહી છે.તાજેતરમાં સુહાના ખાન મુંબઈમાં ડાન્સ રિહર્સલ માટે જતી જોવા મળી હતી. આ દરમિયાન સ્ટાર કિડ એકદમ અદભૂત દેખાઈ રહી હતી. સુહાનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સુહાના ખાને તેના કેઝ્યુઅલ લુકને ખૂબ જ મોંઘા સ્લાઈડર્સથી સ્ટાઈલ કર્યા છે. તેણે ગુચી બ્રાન્ડના સ્લાઈડર્સ પહેર્યા હતા, જેની કિંમત સાંભળી લગભગ દરેક લોકો બેહોંશ થઇ જશે. હાલમાં જ સુહાના ખાનનો એક વીડિયો વાયરલ થયો છે, જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. સુહાના ખાને જે સ્લાઇડર્સ પહેર્યા હતા, તેની કિંમત લગભગ 20 હજાર રૂપિયા છે. હાલમાં સુહાના ખાનને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુહાનાનો આ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેને કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. વીડિયોમાં સુહાના ખાન પોતાની કારમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. જ્યારે ફોટોગ્રાફર્સે તેને પોઝ આપવા માટે રોકાવાનું કહ્યું તો સુહાના તરત જ નીકળી ગઈ. એક ફોટોગ્રાફરે કહ્યું, ‘સુહાના જી રાહ જુઓ, અત્યારે શું ટેન્શન છે, હવે તમારી ફિલ્મ પણ આવી રહી છે. અમારો ચહેરો યાદ રાખજે, રોજ મળીશું. આ પછી પણ સુહાના કોઈને કંઈ કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ.

સુહાના ખાનના આ વર્તનથી નેટીઝન્સ ગુસ્સે થઇ ગયા હતા. તેના વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું કે, ‘આટલું ગંદું ઇગ્નોર’. અન્ય યુઝરે લખ્યું – ‘એટિટ્યુડ ક્વીન બીજું કંઈ નહીં.’ તો બીજી તરફ અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- ‘હજી તો પહેલી ફિલ્મ નથી આવી અને આટલો એટિટયૂડ, 1 મિનિટ પણ વાત ન કરી.. જ્યારે તે મોટી સ્ટાર બનશે ત્યારે શું કરશે… તેના પપ્પાને પણ નહિ બોલાવે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે સુહાનાએ હાલમાં જ ઉટીમાં ‘ધ આર્ચીઝ’નું શૂટિંગ શેડ્યૂલ પૂરું કર્યું છે. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2023માં નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે.

Shah Jina