બોલીવૂડના કિંગ ખાન શાહરુખની દીકરી સુહાના ખાન ભલે લંડનમાં રહીને અભ્યાસ કરતી હોય અને બોલિવૂડમાં હજુ પગ મુક્યો ન હોય, તેમ છતાં અવારનવાર લાઇમલાઇટમાં આવી જ જાય છે.

ઘણીવાર તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ત્યારે હવે ફરી એકવાર સુહાનાની તસ્વીર સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

વાયરલ થયેલી સુહાનાની તસ્વીરમાં તેની સાથે સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ પણ દેખાઈ રહ્યો છે. આ તસ્વીરમાં સુહાના ઇબ્રાહિમના ગળામાં હાથ નાખીને મદહોશ દેખાઈ રહી છે.

આ તસ્વીરમાં તેની આંખો બંધ છે અને તેના વાળ ખુલ્લા છે તેને હોઠ પર લાલ લિપસ્ટિક લગાવે રાખી છે. ઇબ્રાહિમ પણ આ તસ્વીરમાં સ્માઈલ કરતા દેખાઈ રહ્યા છે.

સુહાનાની એક બીજી તસ્વીર પણ વાયરલ થઇ છે જેમાં તેને ફ્લોરલ પ્રિન્ટવાળો કુર્તો પહેર્યો છે, અને હાથમાં મહેંદી લાગેલી છે. ખુલ્લા રાખેલા વાળ અને લાંબી ઇયરિંગ્સમાં તે ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે સુહાના લંડન યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. સુહાના લંડનમાં ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરી રહી છે.

સુહાનાને ડાન્સ અને સ્પોર્ટ્સ ખૂબ જ પસંદ છે. સુહાના સ્કૂલની ઘણી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લેતી જોવા મળે છે.

સુહાનાના પિતા શાહરૂખ ખાનની ઈચ્છા છે કે તે એક સારી ડાન્સર બને અને દુનિયાભરમાં તેમનું નામ રોશન કરે. સુહાના પોતાના પિતાની જેમ જ અભિનય જગતમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

તે પોતાના અભ્યાસ દરમ્યાન પણ ઘણા નાટકોમાં ભાગ લેતી આવી છે. તે પોતાના પિતાની ખૂબ જ નજીક છે.

શાહરુખ ખાને એકવાર કોફી વિથ કરણ શોમાં કહ્યું હતું કે જો કોઈ એની દીકરીને હોઠ પર કિસ કરશે તો એ એના હોઠ ઉખાડીને ફેંકી દેશે.

કેટલાક વર્ષો પહેલા શાહરુખ ખાને એક મેગઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દીકરી સુહાનાને જે છોકરા ડેટ કરવા માંગતા હોય તેના માટે તેને કેટલીક શરતો બનાવી છે.

એક સમય પિતા પોતાની દીકરી માટે જેવી ઈચ્છાઓ ધરાવતા હોય એમ જ શાહરુખ ખાન પણ એવું ઈચ્છે છે કે તેમની દીકરીના જીવનમાં એક સારો વ્યક્તિ આવે.

સુહાના ખાને 18 વર્ષની ઉંમરમાં જ વોગ મેગેઝીનના કવર પર ડેબ્યુ કર્યું હતું. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. અને આ મેગેઝીનના કવર પેજને શાહરુખ ખાને જ લોન્ચ કર્યું હતું.

સુહાના ઘણીવાર પોતાના ભાઈઓ સાથેની અને મિત્રો સાથેની મસ્તીના મૂડની તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.