ભાઇ આર્યન ખાન ઘરે આવતા જ બહેન સુહાના ખાને આવી રીતે મનાવ્યો જશ્ન, જુઓ

કોઇએ સાચુ જ કહ્યુ છે કે કાળા વાદળો બાદની સવાર રોશની જરૂર લાવે છે. આવું જ કંઇક આર્યન ખાન સાથે થયુ છે. ખાન પરિવારની લાંબા ઇંતઝાર બાદ આખરે તેમનો લાડલો આર્યન ખાન ઘરે આવી જ ગયો. આર્યનના ઘરે આવતાની સાથે જ ચાહકોએ મન્નત બહાર સેલિબ્રેશન કર્યુ તો, શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને પણ ભાઇના ઘરે આવવાનું જોરદાર સેલિબ્રેશન કર્યુ હતુ. શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન, જે ઇન્સ્ટાગ્રામ પર તેની ધાંસૂ તસવીરો શેર કરી હંગામો મચાવે છે, તે ત્યારથી સોશિયલ મીડિયા પરથી ગાયબ થઇ ગઇ હતી જયારથી તેનો ભાઈ આર્યન ખાન ડગના કેસમાં પકડાયો હતો.

2 ઓક્ટોબરે NCBએ ક્રૂઝ રેવ પાર્ટી પર રેડ પાડી હતી અને ત્યારે આર્યનની ધરપકડ થઇ હતી. હવે આર્યન જેલમાંથી મુક્ત થતાં તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આર્યનનું મન્નતમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જ્યારે ન્યૂયોર્કમાં બેઠેલી બહેન સુહાનાને પણ સાંત્વના મળી છે. અને આ ખુશી સુહાનાએ તેના મિત્રો સાથે હેલોવીન પાર્ટી કરી સેલિબ્રેટ કરી. જેની તસવીરો સુહાનાની ખાસ મિત્ર પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

31 ઓક્ટોબરે ન્યૂયોર્કમાં હૈલોવીનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શનિવારે રાત્રે સુહાના ખાન અને તેના મિત્રો બેસ્ટ ભૂતિયા આઉટફિટમાં ડ્રેસઅપ કરી પાર્ટી કરવા નીકળ્યા હતા. આ પાર્ટીની તસવીરો સુહાનાની મિત્ર પ્રિયંકાએ શેર કરી છે. આ તસવીરોમાં પ્રિયંકા તેના આઉટફિટને ફ્લોન્ટ કરી રહી છે. આ સાથે તેણે સુહાના ખાનને ગળે લગાવતો ફોટો શેર કર્યો છે.

તસવીરમાં સુહાના ખાન સ્કાય કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેનો મેક-અપ અને હેરસ્ટાઇલ ખૂબ જ સુંદર છે. પ્રિયંકા અને સુહાનાની સાથે તેમની મિત્ર નૈના પણ છે. ત્રણેય સુંદર દેખાઈ રહ્યા છે. સુહાનાએ પ્રિયંકાની પોસ્ટ પર કોમેન્ટ કરી, આઇ લવ યુ. મુંબઈમાં ડગના કેસમાં તેના ભાઈ આર્યન ખાનની ધરપકડ થયા બાદ તેણે સોશિયલ મીડિયા પર લો પ્રોફાઇલ જાળવી રાખી છે..

તેણે આ મહિનામાં માત્ર ત્રણ વખત તેના એકાઉન્ટમાંથી પોસ્ટ શેર કરી. સૌપ્રથમ શાહરૂખ અને ગૌરીને તેમની 30મી લગ્નની વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવવી, બીજું આર્યનને જામીન મળવાની ઉજવણી કરવા અને ત્રીજું તેની શ્રેષ્ઠ મિત્ર અનન્યા પાંડેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા. જો કે, ન્યૂયોર્કથી વાયરલ થઈ રહેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે કેટલી ખુશ છે, તેની સાથે તેની ફ્રેન્ડ પ્રિયંકા પણ જોવા મળી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by priyanka kedia (@pkwizzles)

Shah Jina