બોલીવુડના કિંગખાન એટલે કે અભિનેતા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનું ન્યુયોર્ક યુનિવર્સીટીમાં એડમિશન થઇ ચૂક્યું છે. સુહાના પણ તે સ્ટાર કીડમાની એક છે જે વિદેશમાં અભ્યાસ કરે છે. ન્યુયોર્ક યુનિવર્સીટીનું નામ દુનિયાની સૌથી સારી યુનિવર્સીટીમાનું એક છે, જેને લીધે સુહાનાનું આ એડમિશન વધારે ખાસ છે. આજ યુનિવર્સીટી માં સુહાના ગ્રેજ્યુએશનનો આગળનો અભ્યાસ કરશે.
View this post on Instagram
જૂન મહિનામાં શાહરુખ, તેની પત્ની ગૌરી અને નાનો દીકરો અબરામ, સુહાનાના ઇંગ્લેન્ડની સક્સેસમાં સ્થિત આર્ડીગલી કોલેજથી ગ્રેજ્યુએટ હોવાની ખુશીમાં યુકે ગયા હતા. શાહરૂખે સુહાનાની આ ગ્રેજ્યુએશન સેરેમનીની અમુક તસ્વીરો પણ શેર કરી હતી, જ્યાં સુહાનાને તેના ડ્રામાં સોસાયટીમાં ભાગ લેવા માટે એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો.
હવે ગ્રેજ્યુએશન થયાના બે મહિના પછી સુહાના ન્યુયોર્ક યુનિવર્સીટીમાં ફિલ્મની અભ્યાસ કરવા માટે ચાલી ગઈ છે. સુહાનાનો સોશિયલ મીડિયા પર વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે યુનિવર્સીટીની સીઢીઓ ચઢી રહેલી દેખાઈ રહી છે. ડેનિમ શોર્ટ્સ અને સફેદ રંગનું ટીશર્ટ અને સ્નીકર્સ પહેરેલી સુહાના નવા કોલેજમાં નવી શરૂઆત માટે એકદમ તૈયાર લાગી રહી છે.
અમુક સમય પહેલા એ પણ ખબર સામે આવી હતી કે સુહાના ન્યુયોર્કથી અભ્યાસ પૂરો કર્યા પછી ફિલ્મોમાં એન્ટ્રી લઇ શકે તેમ છે.
આ સિવાય સુહાના જલ્દી જ એક શોર્ટ ફિલ્મમાં જોવા મળી શકે તેમ છે, જેનું પોસ્ટર પણ વાઇરલ થયું હતું. પોસ્ટરમાં સુહાના બ્લેક અને બ્લુ આઉટફિટમાં જોવા મળી હતી. સુહાના ઇન્સ્ટાગ્રામ પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને લગાતાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.
જુઓ સુહાના ખાનનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks