ખેલ જગત

અબ્બા શાહરૂખ ખાનની ટીમ KKRને ચીયર કરવા પહોંચી સુહાના ખાન, યેલો ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ

શુક્રવારે પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની IPL મેચમાં શાહરૂખની ટીમને સપોર્ટ કરવા માટે તેની લાડલી સુહાના ખાન સ્ટેડિયમમાં હાજર રહી હતી. આ દરમિયાન સુહાના તેની ટીમને ચીયર કરી હતી. જ્યારે વિપક્ષી ટીમની વિકેટો પડી ત્યારે સુહાના હસતી જોવા મળી હતી, ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા પછી તેના ચહેરાના હાવભાવ ક્ષણે-ક્ષણ બદલાતા રહ્યા હતા. આ દરમિયાન સુહાના સાથે ટીમને સપોર્ટ કરવા માટે તેનો મોટો ભાઈ આર્યન ખાન અને મિત્ર તેમજ અભિનેત્રી અનન્યા પાંડે પણ હાજર રહ્યા હતા. શાહરૂખનો નાનો દીકરો અબરામ પણ મેચ જોવા માટે પહોંચ્યો હતો. સુહાના ખાનની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

 

View this post on Instagram

 

A post shared by Samina ✨ (@srkssamina)

શાહરૂખ ખાનની પુત્રી હોવાના કારણે લોકો તેના વિશે વધુને વધુ જાણવા માંગે છે. IPL 2022માં શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યું. આ મેચમાં KKRના આન્દ્રે રસેલે છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. જો કે, મેચ દરમિયાન રસેલના છગ્ગા કરતા પણ વધુ ચર્ચા બોલિવૂડના કિંગ ખાન અને કેકેઆરના માલિક શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by SRK VIBE (@srkvibe2.0)

મેચ દરમિયાન અનન્યા પાંડે, શાહરૂખની પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન પોતાની ટીમને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. મેચમાં ત્રણેયએ જોરદાર આનંદ માણ્યો હતો. શરૂઆતમાં, સુહાના અને અનન્યા પંજાબની એક પછી એક વિકેટથી ખૂબ જ ખુશ દેખાતી હતી. આ પછી રસેલની ઇનિંગે બંનેને ખુશીથી નાચવા મજબૂર કરી દીધા હતા. 138 રનના ટાર્ગેટનો પીછો કરતા એક સમયે કોલકાતાએ પણ 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Actress fappr (@actressfaprr)

તે સમયે સુહાના થોડી માયૂસ દેખાતી હતી. જોકે, ટૂંક સમયમાં રસેલે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. અનન્યા પાંડેની આ ડેબ્યુ મેચ હતી એટલે કે તે પહેલીવાર મેચ જોવા આવી હતી. ત્યાં, આર્યન અને સુહાનાએ IPL મેગા ઓક્શન દરમિયાન કોલકાતાની ટીમ માટે ભાગ લીધો હતો. મેચ દરમિયાન આર્યન અનન્યાને મેચની બારીકીઓ સમજાવતો પણ જોવા મળ્યો હતો. આ IPLની મેચ જોવા માટે શાહરૂખ ખાન પહોંચ્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan💘 (@aryanswifey)

શાહરૂખ હાલમાં ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. મેચ પહેલા સુહાના અને અનન્યાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર મેચ માટે જતા તેમનો ફોટો પણ શેર કર્યો હતો. આ મેચમાં સુહાના અને અનન્યાનો બોલ્ડ લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો. સુહાનાએ ટીમના લોગો વાળા યલો ટોપને કેરી કર્યુ હતુ, જયારે અનન્યાએ વ્હાઇટ ટોપ કેરી કર્યુ હતુ. બંનેએ જીન્સ સાથે પોતાના લુકને કંપલીટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સુહાનાની વાત કરીએ તો, તે આ દિવસોમાં તેના બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહી છે. તે ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા સાથે ‘ધ આર્ચીઝ’માં જોવા મળશે. સુહાનાની ફિલ્મમાંથી તેના લુકની ઘણી તસવીરો પણ સામે આવી હતી જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. આ સ્ટાર કિડ તેના ‘ધ આર્ચીઝ’ અવતારમાં અદભૂત દેખાતી હતી. મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમ 137 રનમાં સમેટાઈ ગઈ હતી.

જવાબમાં કોલકાતાએ 14.3 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો. આન્દ્રે રસેલે 31 બોલમાં બે ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 70 રનની અણનમ ઇનિંગ રમી હતી. સુહાના ખાને આન્દ્રે રસેલના સિક્સ પર બંને હાથ ઉંચા કરીને ઉજવણી કરી હતી. બીજી તરફ ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી હતી. સુહાના ખાને સ્ટેડિયમમાં મિત્રો સાથે તસવીરો પણ ક્લિક કરી હતી, આ સાથે તેણે તેના ભાઇ આર્યન ખાન સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી.