અડધી રાત્રે મિત્રની બર્થ ડે પાર્ટીમાં SRKની લાડલી સુહાના ખાને લૂંટી મહેફિલ, મિની બોડીકોન ડ્રેસમાં લાગી સુપર હોટ- શ્રીદેવીની લાડલીનો પણ જોવા મળ્યો બોલ્ડ અંદાજ

રાત થતા જ એવો ડ્રેસ પહેરી મિત્રની બર્થ ડે પાર્ટીમાં પહોંચી શાહરૂખ ખાનની દીકરી સુહાના કે લોકો પણ બોલી ઉઠ્યા- ખૂબ જ હોટ

Suhana khan in pastel blue outfit : સુહાના ખાન ઘણી જલ્દી અભિનય કરિયરની શરૂઆત કરવાની છે, પણ આ ઉપરાંત તે અનેક કારણોસર ચર્ચમાં રહે છે.સુહાના ખાન જ્યારે પણ પબ્લિકલી જોવા મળે છે, ત્યારે તેની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર છવાઇ જાય છે. સુહાના ખાને ભલે હજુ સુધી ડેબ્યુ ન કર્યુ હોય પણ તેણે સ્ટારડમનો સ્વાદ તો પહેલાથી ચાખી લીધો છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર સુહાના ખાનના લુક્સ વાયરલ થતા રહે છે.

ત્યારે હાલમાં જ સુહાના ફરી એકવાર તેના લુકને લઇને ચર્ચામાં આવી છે અને લાઇમલાઇટ લૂંટી રહી છે. આ લુકમાં સુહાના ખૂબ જ હોટ અને ગોર્જિયસ લાગી રહી છે. સુહાના ડોલ બનીને તેના મિત્ર અને ‘ધ આર્ચીઝ’ના કો-સ્ટારની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી. તે એટલી સેક્સી લાગી રહી હતી કે કોઇની નજર તેના પરથી નહોતી હટી રહી. આ દરમિયાનની સુહાનાની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે હાલ વાયરલ થઇ રહ્યા છે.

વીડિયો સામે આવ્યા બાદ સુહાનાના ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. એકે લખ્યું, “તમારા પપ્પાની જેમ સ્વીટ, સિંપલ અને અદ્ભુત.” એકે ​​લખ્યું, “લોકોને કેવી રીતે ખબર પડે કે તેઓ ક્યાં જવાના છે?” એકે ​​કહ્યું- “મને સુહાના પસંદ નથી પરંતુ આજે તે ખૂબ જ સુંદર લાગી રહી છે.” ‘ધ આર્ચીઝ’ સ્ટાર મિહીર આહુજાએ ગઈકાલે રાત્રે મુંબઈમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસની પાર્ટીમાં સુહાના ખાનથી લઈને ખુશી કપૂર સુધી અનેક મિત્રો સામેલ થયા હતા.

જ્યારે સુહાના ખાન સ્કાય બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી, તો ખુશી કપૂરે પણ બોલ્ડ લુકમાં હેડલાઇન્સ બનાવી હતી. બીજી તરફ, બર્થડે બોય મિહિર આહુજાના લુકએ પણ હેડલાઈન્સ મેળવવામાં કોઈ કસર છોડી નથી. ‘ધ આર્ચીઝ’ સ્ટારની આ સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહી છે. બર્થ ડે બોય મિહિર આહુજા બ્લેક આઉટફિટ પહેરીને પાર્ટીમાં એન્ટ્રી કરી હતી, જેમાં તેનો લુક જોવા જેવો હતો.

બર્થડે પાર્ટીમાં ખુશી કપૂરે પણ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તે તેના કો-સ્ટાર વેદાંગ રૈના સાથે બર્થડે પાર્ટીમાં પહોંચી હતી. ખુશીએ પ્રિન્ટેડ મિની ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ખુશી કપૂરને લઇને એવા સમાચાર વાયરલ થયા હતા કે તે પંજાબી સિંગર એપી ઢિલ્લોનને ડેટ કરી રહી છે. જો કે, ખુશી પોતે અથવા એપીએ હજુ સુધી આ બાબતે કોઈ કમેન્ટ કરી નથી.

જણાવી દઇએ કે, સુહાના ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ ઝોયા અખ્તરના નિર્દેશનમાં બની રહી છે. સુહાના ખાને ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મથી અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનનો પુત્ર અગસ્ત્ય નંદા અને શ્રીદેવીની પુત્રી તેમજ જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina