શું તમને પણ શિયાળામાં ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે? આ લેખ વાંચી લેજો, લિમિટ બહાર ગળ્યું ખાવાથી શરીરમાં આવી શકે છે મોટું નુકશાન

0

શિયાળામાં મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સંબંધી ઘણીં સમસ્યાઓ થતી હોય છે. ઘણા લોકો આ સમસ્યાઓથી બચવા માટે શિયાળામાં પોતાનો ડાયટ બદલી નાખતા હોય છે. પરંતુ તમે નક્કી કરેલા ડાયટમાં પણ કેટલીક એવી વસ્તુઓ હોય છે જે તમને કેટલીક બીમારીઓમાં મૂકી શકે છે.

Image Source

ઘણા લોકોને શિયાળામાં ગળ્યું ખાવાનું પણ વધારે મન થતું હોય છે. તેમાં પણ ખાંડની બનાવેલી વસ્તુઓ બજારમાં વધુ મળે છે અને એ ખાવા માટે પણ આપણને ઘણીવાર ઈચ્છા થાય છે. પરંતુ હાલમાં જ થયેલા એક સંશોધન મુજબ સામે આવ્યું છે કે વધારે પ્રમાણમાં ગળ્યું ખાવાના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેમાં પણ માનસિક તાણ વધવાની સમસ્યાનો ખતરો વધુ રહેતો હોય છે.

Image Source

અમેરિકા કેન્સસ યુનિવર્સીટીમાં થયેલા એક સંશોધન પ્રમાણે શિયાળાની અંદર 25 ગ્રામથી વધુ માત્રામાં શુગર(ખાંડ) લેવાથી માનસિક તાણ(ડિપ્રેશન)ની સમસ્યા વધવાનું જોખમ રહેલું છે. કેન્સસ યુનિવર્સીટીના પ્રોફેસર સ્ટીફનની દેખરેખ હેઠળ કરવામાં આવેલા આ સંશોધનમાં સામે આવ્યું છે કે વધુ પડતી શુગરયુક્ત આહાર લેવાના કારણે લાંબાગાળે બળતરા અને વજન વધવાની પણ સમસ્યા થઇ શકે છે.

Image Source

આ સંશોધનમાં એ પણ પુરવાર થયું છે કે વધુ પડતી શુગરયુક્ત ખોરાક લેવાના કારણે માનસિક સ્વાસ્થ્ય ઉપર તેની અસર પડે છે જેના કારણે ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાનો પણ સામનો કરવો આપડી શકે છે.

Image Source

ડિપ્રેશનની સમસ્યાથી બચવા માટે ન્યુટ્રીશ્યન યુક્ત ખોરાક આહારમાં લેવો જોઈએ. વધારે પ્રમાણમાં ગળ્યું ખાવું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શિયાળામાં ખાસ ગળ્યું ખાવાથી શરદી, ખાંસી, કફ થવાનો ખતરો રહેતો હોય છે ત્યારે હવે માનસિક તણાવ વધવાનો ખતરો પણ વધતો હોવાનું સામે આવ્યું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.