આ વ્યક્તિ વેચી રહ્યો છે “ખૂની શેરડીનો રસ”?, લોકોએ વીડિયો જોઈને કહ્યું, “જોઈને જ પીવાનું મન મરી ગયું,” જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા વીડિયો રોજ બરોજ વાયરલ થતા હોય છે, સોશિયલ મીડિયાનો પ્રચાર પ્રસાર વધવાના કારણે ઘણા ફૂડ બ્લોગર ખૂણાની અંદર રહેલા પણ નાના એવા રેંકડી વાળાને પણ સોશિયલ મીડિયા દ્વારા હાઈલાઈટ કરતા હોય છે, અને તેના દ્વારા ખૂણામાં રહેલું સારું ખાવાનું પણ લોકો સુધી પહોંચી શકે છે.

વાયરલ થતા વીડિયોની અંદર ઘણીવાર એવા એવા ફૂડ પણ જોવા મળે છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય, ત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર એક “ખૂની શેરડીના રસ”નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. શેરડીનો રસ પીવો તો મોટાભાગે દરેક લોકોને પસંદ હોય છે અને આ રસ શરીર માટે પણ ખુબ જ ગુણકારી હોય છે, પરંતુ આ વીડિયોને જોઈને લોકોનું મન શેરડીનો રસ પીવા પરથી ઉઠી ગયું છે.

ગાજિયાબાદના એક રોડ ઉપર લારી ઉભી રાખી અને શેરડીનો રસ વેંચતા વ્યક્તિએ ગ્રાહકોને આકર્ષવા માટે એક ટ્વીસ્ટ કર્યો છે. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ફૂડ બ્લોગર જયારે લારીવાળા પાસે “ખૂની શેરડીનો રસ” માંગે છે, ત્યારે લારીવાળો સૌથી પહેલા શેરડીનો રસ કાઢે છે અને તેના બાદ તેમાં બીટનો રસ ઉમેરી દે છે, જેના કારણે શેરડીના રસનો રંગ પણ લાલ રંગનો બની જાય છે.

બસ એટલાથી જ આ ખૂની શેરડીનો રસ નથી બની જતો પરંતુ લારીવાળો ગ્રાહકને આ રસને બ્લડ પાઉચમાં ભરીને આપે છે. આ બ્લડ પાઉચ હોસ્પિટલમાં જ મળે છે. જેના કારણે બ્લડ પાઉચમાં પેક થયેલો આ રસ જાને બ્લડનું પાઉચ હોય તેમ જ દેખાય છે. માટે આ ખૂની શેરડીનો રસ બની જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા લોકોની મિશ્રિત પ્રતિક્રિયા મળી રહી છે.

Niraj Patel