હેલ્થ

શરદી ખાંસી માટે ખુબ જ ઉપયોગી છે આ મામૂલી વસ્તુ, દવા લેવાનું પણ ભૂલી જશો

આજકાલ બદલાતા વાતાવરણ ના કારણે શરદી ખાંસીની સમસ્યા થવી ખુબ જ સામાન્ય વાત થઇ ગઈ છે, પરંતુ આ એવી બીમારી છે જે તમને એક ક્ષણનું પણ ચેન પડવા દેતી નથી, જેના કારણે આ બીમારીમાંથી જેટલો જલ્દી છુટકારો મળે એમ જ દરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે અને આ બીમારીમાંથી છુટકારો મેળવવા માટે પણ કેટ કેટલી દવાઓ લેતા હોઈએ છીએ છતાં પણ આ બીમારી દૂર થવાનું નામ જ નથી લેતી અને વધુ શરદી ના કારણે માથું પણ દુખવા લાગે છે.

Image Source

તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અમે તમારા માટે એક શ્રેષ્ઠ ઉપાય લઈને આવ્યા છીએ. આ ઉપાય કદાચ તમારા માનવામાં નહિ આવે પરંતુ આ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે જેનાથી તમે શરદી ખાંસીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) on

સાકારથી તમે માત્ર થોડા દિવસમાં જ શરદીથી છુટકારો મળેવી શકો છો, આ વાત અમે નથી જણાવતા પરંતુ રૂજુતા દિવાકર એક પોસ્ટ શેર કરીને જણાવે છે, તેઓ કહે છે કે “ગળામાં ખરાશ, બંધ નાક અને બધું જ ઉલટ સુલટ હોય ત્યારે સાકરનો ઉપયોગ કરવો જોઈએ, આયુર્વેદની અંદર સાકરનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે, સાકર ના ફક્ત તમારી શરદી ખાંસીને ઓછી કરે છે પરંતુ સાથે સાથે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ગાયકો પોતાના અવાજને સુરીલા અને સ્પષ્ટ રાખવા માટે પણ સાકરનો ઉપયોગ કરે છે. આ સિવાય પણ સાકર એસીડીટી અને ગેસ જેવી સમસ્યામાં પણ ફાયદાકારક છે. જે લોકો એમ વિચારે છે કે સાકર ગળી છે તેને ના ખાવી જોઈએ એ લોકોને જણાવવાનું કે સાકર આયુર્વેદિક છે અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી પણ છે.

Image Source

જો સાકરને વધારે માત્રામાં ખાવામાં આવે તો તે શરીરમાં નુકશાન પણ કરે છે, પરંતુ જે તો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો ખુબ જ ફાયદાકારક પણ છે, સાકરને કેવી રીતે ઉપયોગમાં લેવી જોઈએ તેના વિશે પણ આપણે જાણીશું.

શરદી ખાંસી દૂર કરવા માટે સાકરને સીધે સીધી જ ના ખાવી જોઈ પરંતુ રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ જેવી કે મરી પાવડર, ઘી સાથે ભેળવીને ખાવામાં આવે તો ફાયદો આપે છે.

સાકરના પાવડર સાથે મરી પાવડર અને ઘીને મિક્સ કરવું જરૂરી છે. રાત્રે જમ્યા પછી આ મિશ્રણને પી જવું જોઈએ આનાથી તમને શરદી ખાંસી અને નાક બંધ થવા જેવી સમસ્યામાં રાહત મળશે.

Image Source

ખાંસીથી રાહત મેળવવા માટે દળેલી સાકરની અંદર થોડું ગ્રામ પાણી ઉમેરીને પીવું જેનાથી શરીરમાં જમા થયેલો કફ બહાર નીકળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.