રસોઈ

સુગર ફ્રી લડ્ડુ – તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો આજે જ…

હાઇ ફેન્ડસ, આજે હું તમારા માટે એવી રેસીપી લઇને આવી છુ જે ખાધા પછી તમને કેલરી વધવાનું કોઇ ટેન્શન ના રહે.અને કિડ્સ માટે પણ ખૂબ જ હેલ્ધી છે.તો આજે જ બનાવો તમારા કિચનમાં.

સામગી્:

  • ખજૂર:૧ કપ(સીડલેસ)
  • ડા્યફુ્ટસ-અડધો કપ(કાજુ,બદામ,પિસ્તા,દા્ક્ષ)
  • ખસખસ-૨ ટી સ્પૂન
  • ઘી-૧/૪ કપ
  • ઈલાયચી પાઉડર-૧ ટી સ્પૂન

રીત:

ખજૂરનાં બી કાઢીને મિક્સરમાં થોડી ક્શ કરો. પેનમાં ઘી ગરમ થાય એટલે ખસખસ ઉમેરો.
એમાં ક્શ કરેલા ડા્યફુ્ટસ ઉમેરીને ૨મિનિટ સાંતડો.દા્ક્ષને ક્શ નથી કરવાની.એમાં ક્શ કરેલી ખજૂર ઉમેરીને સરખુ મિક્સ કરીને મિડિયમ આંચ પર ઘી છૂટુ પડે ત્યાં સુધી રાખો.
પ્લેટ માં કાઢી ઠંડુ પડે એટલે લડ્ડ બનાવી ખસખસ અથવા કોપરાનાં છીણથી કોટ કરો.
નોનસ્ટીક પેન નો ઉપયોગ કરવો જેથી પેનમાં ચોંટે નહીં.
તૈયાર છે હેલ્ધી સુગર ફી્ લડ્ડુ.કમેન્ટસમાં જણાવજો કે કેવી લાગી રેસીપી.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ