ખબર

14 વર્ષીય સુગંધા બની ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’ની વિજેતા, ગાવા માંગે છે આ બોલિવૂડની અભિનેત્રીઓ માટે ગીત

ટેલિવિઝન પર આવતા રિયાલિટી શોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, અને ખાસ કરીને સંગીતના રિયાલિટી શોને પસંદ કરવાવાળા દર્શકોની સંખ્યા ખૂબ જ વધારે છે. એવામાં વાત કરીએ સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’ને લોકો ખૂબ જ પસંદ કરી રહયા છે. આ શોનું ગઈ કાલે ફિનાલે હતું જેમાં છેલ્લા 6 પ્રતિસ્પર્ધીઓમાંથી નાગપુરની સુગંધા દાતેએ આ શોને જીતીને ‘સારેગામાપા લિટલ ચેમ્પ’નો ખિતાબ પોતાના નામે કરી દીધો છે.

Image Source

આ શોની વિજેતા બન્યા બાદ સુગંધાને 5 લાખ અને એક ટ્રોફી પણ પુરસ્કાર તરીકે આપવામાં આવી. શો દરમ્યાન બધા જ જજને તેનું પરફોર્મન્સ ખૂબ જ પસંદ આવ્યું હતું. આ જ કારણ હતું કે એ શોના ગ્રાન્ડ ફિનાલેમાં જીતી ગઈ હતી.

જીત્યા બાદ સુગંધાએ કહ્યું, ‘હું સારેગામાપા લિટલ ચેમ્પ્સની વિજેતા બંને ખૂબ જ ખુશ છું. મેં બધાની જ આશાઓ પર ખરી ઉતરીને બધાને જ ગૌરવ અપાવ્યો છે. જીત વિશે મને ખબર ન હતી, પણ મને લાગી રહ્યું હતું કે જો હું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ તો હું જીતી શકું છું.’

વધુમાં સુગંધાએ કહ્યું, ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ મારા માટે શીખવાનો એક શાનદાર મોકો હતો. હું ખૂબ જ નસીબદાર છું કે મને સંગીત શીખવવાવાળા આવા ગુરુ અને મેન્ટોર મળ્યા. બધા જ જજોએ મને પ્રેરિત કરી અને સંગીતની મારી આ યાત્રાને આગળ વધારવામાં મદદ કરી. હું ખૂબ જ ખુશ છું કે મને આ પ્રકારની તક મળી કે જ્યા લોકોએ મારુ ટેલેન્ટ જોયું.’

આગળ વાત કરતા સુગંધાએ જણાવ્યું, ‘જ્યુરી મેમ્બર સિવાય બીજા પ્રતિસ્પર્ધીઓ સાથે પણ મારી સારી બોન્ડિંગ છે. હવે હું આગળ જોઈ રહી છું કે સંગીતની આ યાત્રાને કઈ રીતે વધારી શકાય. મને હંમેશા સારેગામાપા લિટલ ચેમ્પ્સની આખી ટિમ પર ગર્વ રહેશે. આ અનુભવ અદભુત હતો.’ સુગંધાએ કહ્યું, ‘હું પોતાના જીવનના સર્વશ્રેષ્ઠ અવસર માટે આ પુરસ્કારની રકમને બચાવીને રાખીશ. લિટલ ચેમ્પ્સની મારી યાત્રા ખૂબ જ સુંદર રહી.’

 

View this post on Instagram

 

Thank you so much fam! I have no words to say! What a beautiful journey on Saregamapa Lil champs it was! Got to learn so much here! And that’s the biggest achievement in my life! Will always be thankful to @zeetv and the whole team for this platform. Will miss #srgmplilchamps family so much now! ❤️ Thank you so much @aanandsmusic Sir, this music is all because of you🙏 Thank you so much @amaal_mallik Sir @richasharmaofficial ma’am and @singer_shaan and the jury for so much love, support, blessings and exposure! Thank you so much @pratibha.999 Ma’am for the encouragement and support! Thank you @ravidubey2312 bhaiya for being the best host and for being so kind and caring! #zeetv #saregamapalilchamps #srgmplilchamps #saregama #saregamapa #amaalmallik #richasharma #shaan #ravidubey #bollywoodmusic #bollywoodsinger #bollywoodsingers #indiansingers #indiansinger #music #musicsebadhengehum #sugandhadate

A post shared by Sugandha Date (@sugandhadateofficial) on

14 વર્ષીય સુગંધા નાગપુરની રહેવાસી છે, પણ તેની કારકિર્દી માટે તેના માતાપિતા 5 વર્ષથી તેની સાથે મુંબઈમાં રહે છે. સારેગામાપા લિટલ ચેમ્પ્સના અંતિમ 5માં આયુષ કેસી, મોહમ્મદ ફૈઝ, અનુષ્કા પાત્રા, પ્રીતમ આચાર્ય, અને આસ્થા દાસને પાછળ છોડીને તે વિજેતા બની છે. વર્ષ 2013માં ઇન્ડિયન આઇડલ જુનિયરમાં પણ તેને ભાગ લીધો હતો, પણ તે એ સમયે ફક્ત ટોપ 5 સુધી જ પહોંચી શકી હતી.

સુગંધા 6 વર્ષની ઉંમરથી જ ગાઈ રહી છે અને હવે શો જીત્યા બાદ તે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા માટે ગીત ગાવાની ઈચ્છા ધરાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.