હિમાચલમાં વાદળ ફાટવાના કારણે આ દિગ્ગજ ગાયકની લાશ બીજા દિવસે મળી આવી, સાથે આવેલા લોકો પણ લાપતા, કુલ 6 લાશ મળી આવી

એક તરફ જ્યાં ચોમાસાની શરૂઆત થઇ ચુકી હોવા છતાં પણ ઘણા વિસ્તારો હજુ વરસાદથી વંચિત છે તો બીજી તરફ પહાડી વિસ્તારોમાં સતત વરસાદ અને વાદળ ફાટવાના કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઇ ચૂક્યું છે. હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ. અહીંયાના કારેરી વિસ્તારમાં થોડા દિવસ પહેલા ઘણા શબને મેળવવામાં આવ્યા હતા. જેમાં પંજાબી સૂફી સિંગર મનમીત સીંહનું પણ શબ સામેલ હતું.

જાણકારી પ્રમાણે મંગળવારના રોજ રેસ્ક્યુ ટીમને અહિયાંથી કુલ 6 શબ મળી આવ્યા. જેમાં એક મહિલા, એક બાળકનું શબ પણ સામેલ હતું. કારેરી ગામની પાસે રેસ્ક્યુ ટીમને પંજાબી સૂફી સિંગર મનમીત સિંહનું શબ પણ મળી આવ્યું. જયારે હવાઈ જે અન્ય લોકો આ દરમિયાન ગાયબ થયા હતા તેમને પણ હવે મૃત માનવામાં આવી રહ્યા છે.

પંજાબના અમૃતસર જિલ્લાના રહેવાવાળા મનમીત સિંહ પોતાના ભાઈ સમેત કુલ પાંચ લોકો સાથે ધર્મશાળા ફરવા માટે આવ્યો હતો. રવિવારે તે કારેરી ઝરણા ઉપર ફરવા માટે ગયા હતા, પરંતુ ત્યારે જ હિમાચલમાં જોરદાર વરસાદ શરૂ થઇ ગયો. એવામાં તેમને ત્યાં જ રોકાઈ જવું પડ્યું.

માનવામાં આવી રહ્યું છે કે સોમવારે ઝડપી વરસાદમાં મનમીત સિંહ અને તેમના સાથી તણાઈ ગયા હશે. પોલીસના જણાવ્યા પ્રમાણે મનમીત સિંગ અને તેમાં સાથી સોમવારના રોજ ગાયબ થયા હતા. જયારે મંગળવારના રોજ તેમનું શબ મળી ગયું. તેમાં ઉપરાંત એક 19 વર્ષની યુવતી જે પાસેના વિસ્તારથી ગાયબ થઇ હતી તેનું પણ શબ મળી ગયું છે.

Niraj Patel