સલમાન ખાન સ્ટારર “રાધે” ફિલ્મમાં જોવા મળ્યા છે “અનુપમા”ના આ અભિનેતા, જાણો બીજી કઇ ફિલ્મમાં કર્યુ છે કામ…

આ 9 ફિલ્મોમાં કરી ચૂક્યા છે અનુપમા સ્ટાર સુધાંશુ પાંડે, શું તમે કર્યા હતા સ્પોટ ?

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે. આવું જ એક પાત્ર છે વનરાજનું, જેને સુધાંશુ પાંડે નિભાવી રહ્યા છે.

ટીવી ઇન્ડસ્ટ્રીના જાણિતા સુધાંશુ પાંડે ફિલ્મોની દુનિયાામાં પણ ઘણા એક્ટિવ છે. અત્યાર સુધી તે ઘણી મોટી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે, તો ચાલો જાણીએ.

1.રાધે : સલમાન ખાનની હાલમાં જ થોડા સમય પહેલા રીલિઝ થયેલ ફિલ્મ “રાધે”માં સુધાંશુ પાંડે જોવા મળ્યા હતા. સુધાંશુનો આ ફિલ્મમાં રોલ નાનો હતો પરંતુ તે જયારે પણ તેઓ સ્ક્રીન પર રહ્યા ત્યારે નજર હટાવવી મુશ્કેલ હતી. ફિલ્મમાં તેમણે નેેગેટિવ રોલ પ્લે કર્યો હતો.

2.સિંઘમ : અજય દેવગનની “સિંઘમ” ફિલ્મે તે બોક્સ ઓફિસ પર કેટલાક રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મમાં પણ સુધાંશુ પાંડે જોવા મળ્યા હતા.

3.રોબોટ 2.O : અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ રોબોટ 2.Oમાં પણ સુધાંશુ પાંડે જોવા મળ્યા હતા અને તેમાં તેમણે નેગેટિવ રોલ પ્લે કર્યો હતો.

4.સિંઘ ઇઝ કિંગ : વર્ષ 2008માં રીલિઝ થયેલ અક્ષય કુમાર અને કેટરીના કૈફની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં સુધાંશુ પાંડે મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.

5.મર્ડર 2 : ઇમરાન હાશ્મીની ફિલ્મ “મર્ડર 2″ને લોકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મમાં અનુપમા ફેમ સુધાંશુ પાંડેએ ઇંસ્પેક્ટરનો રોલ પ્લે કર્યો હતો.

6.મદહોશી : આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને બિપાશા બસુની જોડી જોવા મળી હતી. વર્ષ 2004માં રીલિઝ થયેલ આ ફિલ્મમાં સુધાંશુ જોવા મળ્યા હતા. તેમણે એક સ્ટુડેંટની ભૂમિકા અદા કરી હતી.

7.ખિલાડી 420 : અક્ષય કુમારની આ ફિલ્મમાં દર્શકોએ ઘણા તાબડતોડ એક્શન સીન્સ જોયા હતા. આ ફિલ્મમાં અનુપમા ફેમ સુધાંશુ પાંડેએ રાહુલ નામના ઇંસ્પેક્ટરની ભૂમિકા અદા કરી  હતી.

8.દસ કહાનીયાં : આ મલ્ટી સ્ટારર ફિલ્મ 2007માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં પણ સુધાંશુ પાંડે જોવા મળ્યા હતા.

9.કિસ કિસ કિસકો : લગભગ 15 વર્ષ પહેલા પહેલા રીલિઝ થયેલ આ ફિલ્મ વધારે તો ચાલી ન હતી પરંતુ આ ફિલ્મમાં સુધાાંશુ પાંડેએ કામ કર્યુ હતુ.

Shah Jina