ખબર ફિલ્મી દુનિયા

આ કારણે સુશાંત સિંહના ભાભીએ પણ તોડ્યો દમ, ભાભીનું પણ મોત- જાણો કઈ રીતે

સુશાંત સિંહએ 14 જૂનના રોજ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંતએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. બૉલીવુડ અને ટીવી એક્ટર સુશાંતસિંહના નિધનને પગલે પરિવાર, મિત્રો અને સેલેબ્સ અચરજ પામી ગયા હતા. સુશાંતના નિધન બાદ તેના પરિવાર પટનાથી મુંબઈ પહોંચી ગયા છે. પરિવારની હાજરીમાં તેને તેને અંતિમ વિદાઈ આપવામાં આવશે.

સુશાંત સિંહ રાજપૂતની ચાર બહેન પૈકી એક બહેન મુંબઈ પહોંચી શકી નથી. સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહ અમેરિકામાં હોય ભાઈ સુશાંતને અંતિમ વિદાઈમાં આવવા ઈચ્છે છે પરંતુ તેને કોઈ રસ્તો નથી મળી રહ્યો.ખરેખર સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ યુ.એસ.માં રહે છે. તે ભારત આવવા માટે ફ્લાઇટની ટિકિટ મેળવવા માટે અસમર્થ છે. શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લોકોની મદદ લેતી વખતે તેની મુશ્કેલી વ્યક્ત કરી છે.
શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લખ્યું હતું, ટિકિટની વ્યવસ્થા કરવામાં મદદની માંગ કરતા, ‘વહેલી તકે ભારત આવવા માંગે છે પરંતુ કોઈ ફ્લાઇટની ટિકિટ મળી નથી. કોઈ મારી મદદ કરી શકે? કૃપા કરી મને કહો …? ‘ જોકે નવા અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્વેતાને ભારત આવવા માટે ફ્લાઇટ ટિકિટ મળી છે.

Image Source

શ્વેતાએ ફેસબુકની એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘તમામની મદદથી ભારત આવવા માટેની ટિકિટ Confirm થઈ ગઈ છે. હું 16મીએ US થી નીકળીશ. દિલ્હી થઈને મુંબઈ આવીશ. સાત દિવસ ક્વૉરન્ટીન પીરિયડની ચિંતા છે. શું એવો કોઈ ઉપાય છે, જેને કારણે આનાથી બચી શકાય. મારે જલ્દીથી પરિવારને મળવું છે.’

બીજી એક ફેસબુક પોસ્ટમાં શ્વેતાએ તમામ લોકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું, ‘પ્રતિક્રિયા આપવાની સ્થિતિ નથી અને તેને કારણે માફી માગું છું. હું સ્ટ્રોંગ રહેવાનો પ્રયાસ કરી રહી છું..તમામની સંવેદનાઓ માટે આભાર… મને તેમાંથી હિંમત મળી રહી છે…મારા પરિવાર માટે પ્રાર્થના કરો…’

Image Source

સુશાંતે પોતાના જ મકાનમાંત્મહત્યા કરી હતી. અભિનેતાના ઘરે કામ કરતાનોકરે પોલીસને આ માહિતી આપી હતી. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી દરેક લોકો એક જ સવાલ પૂછે છે કે તેણે આ પગલું કેમ ભર્યું?

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુથી તેમનો પરિવાર હજી બહાર નથી નીકળ્યો ત્યાં વધુ એક પહાડ તૂટી પડ્યો છે. સુશાંત સિંહની ભાભી સુધા દેવીનું સોમવારે અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતના મોતથી તે ચોંકી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુશાંત સિંહ રાજપૂતનાં પિતરાઇ ભાઈ અમરેન્દ્રસિંહની પત્ની સુધાનું મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં હતાં ત્યારે અવસાન થયું હતું. સુશાંતે આત્મહત્યા કરી હોવાના સમાચાર સાંભળીને તે આઘાતમાં હોય જમવાનું છોડી દીધું હતું. આને કારણે તેની હાલત સતત બગડતી હતી.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે, છેલ્લા થોડા સમયથી સુધા બીમાર હતી. રવિવારે તેણે સુશાંતના મોતનો સમાચાર સાંભળતાંની સાથે જ તેની હાલત વધુ લથડી હતી. વારંવાર તે બેભાન થઇ જતી હતી.

જણાવી દઈએ કે, સુધા અને તેનો પરિવાર સુશાંતના પૌરાણિક ગામ પૂર્ણિયાના માલડીહામાં રહે છે. અભિનેતાના મોત બાદથી આ વિસ્તારમાં પહેલાથી સન્નાટો છે. પરંતુ પરિવારમાં વધુ એક મોતથી દુઃખનો પહાડ તૂટી પડયો છે.

જણાવી દઈએ કે, સુશાંતસિંહ રાજપૂતે રવિવારે મુંબઇના બાંદ્રામાં તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુના સમાચાર સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકો દ્વારા સુશાંતના મોત પર પણ સવાલ ઉભા થયા છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..