‘કોર્ટના આદેશને ના કરી સહન…’ સૂચના શેઠના ગોવાવાળા રૂમમાંથી મળી ચિઠ્ઠી, 4 વર્ષના બાળકની હત્યાનું ખુલ્યુ રાઝ

જે રૂમમાં 4 વર્ષના બાળકની થઇ હત્યા, ત્યાંથી સૂચના શેઠે લખેલ પત્ર મળ્યો..જાણો શું થયો ખુલાસો

‘પિતા સાથે મળતો હતો દીકરાનો ચહેરો એટલે ઉતાર્યો મોતને ઘાટ’ CEO સૂચના શેઠે કર્યો હેરાન કરનારો ખુલાસો

ગોવા પોલીસે સુચના સેઠના કેસમાં વધુ એક અપડેટ આપ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને એક પત્ર મળ્યો, હાથથી લખેલો આ પત્ર ગોવાના એ જ રૂમમાંથી મળી આવ્યો જ્યાં સુચના શેઠ તેના 4 વર્ષના બાળક સાથે હતી. આરોપ છે કે આ રૂમમાં સૂચના સેઠે તેના બાળકની હત્યા કરી હતી, જેની પોલીસ તપાસ કરી રહી છે. પત્રમાં પુત્રની હત્યાનું કારણ દર્શાવવામાં આવ્યું છે એવું અહેવાલમાં કહેવામાં આવી રહ્યુ છે.

પોલીસને મળેલા પત્રમાં લખવામાં આવ્યુ છે કે, “મારા પતિને મારા પુત્રને મળવા માટે કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ હું સહન કરી શકતી નથી.” પોલીસે આ પત્ર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ને મોકલ્યો છે જેથી કરીને હસ્તલેખન નિષ્ણાત દ્વારા તેની તપાસ કરી શકાય. જણાવી દઈએ કે જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સૂત્રોને ટાંકીને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ હત્યાનો હેતુ પતિ-પત્નીના છૂટાછેડા સાથે જોડાયેલો હતો.

સુચના સેઠના લગ્ન વેંકટરમન સાથે વર્ષ 2010માં થયા હતા. 2019માં પુત્રનો જન્મ થયો હતો, તે બાદ બંનેના સંબંધોમાં ખટાશ આવવા લાગી, વર્ષ 2020માં મામલો કોર્ટમાં ગયો. કોર્ટે આદેશ આપ્યો કે પિતા દર રવિવારે તેમના ચાર વર્ષના પુત્રને મળી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પછી સુચના સેઠ પ્લાન હેઠળ ગોવા ગઇ અને ત્યાં એક હોટેલમાં રૂમ બુક કરાવ્યો અને ત્યારબાદ બાળકની કથિત રીતે ત્યાં હત્યા કરવામાં આવી.

મીડિયા રિપોર્ટ અનુસાર, પુત્રની હત્યા કરતા પહેલા સૂચનાએ તેને કફ સિરપનો વધુ ડોઝ આપ્યો જેથી તે ઊંઘી જાય અને પછી તેણે બાળકનું ઊંઘમાં જ ગળું દબાવી તેની હત્યા કરી નાખી. સુચના તેના પતિને ખૂબ જ નફરત કરતી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સુચનાએ ઘણીવાર તેના મિત્રોને કહ્યું કે તેના બાળકનો દેખાવ તેના પતિ જેવો છે. તે કહેતી હતી કે જ્યારે પણ તે તેના બાળકને જુએ છે ત્યારે તેને તેના પતિ યાદ આવે છે. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નફરતના કારણે જ સૂચનાએ તેના પુત્રની હત્યા કરી.

Shah Jina