વસીમા શેખ : માતા બંગળીઓ વેચતી હતી, ભાઇએ રિક્ષા ચલાવી ભણાવી, હોશિયાર છોકરી ડેપ્યુટી કલેક્ટર બની ગઇ

માતાએ બંગળીઓ વેચી તો ભાઇએ ઓટો રિક્ષા ચલાવી બહેનને ભણાવી, પછી મહેનતના દમ પર છોકરી બની ડેપ્યુટી કલેક્ટર

કહેવાય છે ને કે જો તમારામાં કોઇ પણ વસ્તુને મેળવવાનો ઉત્સાહ હોય અને તમે તેના માટે ખૂબ જ મહેનત કરો તે તમને તે વસ્તુ હાંસિલ કરવાથી કોઇ ન રોકી શકે. પરિસ્થિતિ ગમે તેવી હોય તમે તમારી મહેનત અને લગનથી સફળતા હાંસિલ કરી શકો છો. સિવિલ સેવાઓની પરિક્ષામાં આપણે આવા ઘણા ઉદાહરણો જોયા હશે. એમાંથી જ એક છે વસીમા શેખ. જેણ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમીશન MPSCની પરિક્ષામાં ટોપ કર્યુ. તેણે મહિલા ટોપર્સની લિસ્ટમાં ત્રીજુ સ્થાન હાંસિલ કર્યુ.

વર્ષ 2020માં મહારાષ્ટ્ર સિવિલ સેવા પરીક્ષાને ક્રેક કરી વસીમા ડેપ્યુટી કલેક્ટર બની ગઇ. તેણે ઘણી તકલીફો બાદ પણ પોતાનો અભ્યાસ પૂરો કર્યો, તેના પરિવારે અભ્યાસ પર જોર આપ્યુ અને તેનુ ફળ એ મળ્યુ કે તેણે પરિક્ષામાં ટોપ કર્યુ. વસીમાની કહાની લાખો મહિલાઓ માટે પ્રેરણા છે.વસીમાનો જન્મ એક ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. પિતા માનસિક રૂપથી ઠીક ન હતા. એવામાં ઘરની જવાબદારી તેમની માતા અને ભાઇના ખભા પર આવી ગઇ.

પરિવારનો ખર્ચ ચલાવવા માટે વસીમાની માતા ઘરે ઘરે જઇને મહિલાઓને ચૂડીઓ પહેરાવતી હતી. મોટો ભાઇ પુણેમાં ઓટોરિક્ષા ચલાવી કમાણી કરતો હતો. ત્યાં નાનો ભાઇ નાના-મોટા કામ કરી ઘર ખર્ચમાં મદદ કરતો હતો. જેમ તેમ ઘરનો ખર્ચ ચાલી રહ્યો હતો.પરંતુ ઘરવાળાએ એનું પૂરુ ધ્યાન રાખ્યુ કે, વસીમાનો અભ્યાસ ચાલતો રહે.

વસીમાનો શરૂઆતી અભ્યાસ ગામમાં થયો હતો. 12 પાસ બાદ તેણે મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીથી બીએમાં એડમિશન લીધુ અને સાથે સાથે પ્રાઇમરી ટીચર માટે એક ડિપ્લોમા બીપીએડ કર્યુ, ગ્રેજ્યુએશન બાદ તેણે 2016માં MPSC પરિક્ષાની તૈયારી શરૂ કરી. વસીમાની વર્ષ 2018માં સેલ્સ ટેક્સ ઇંસ્પેક્ટરની પોસ્ટ પર પસંદગી  થઇ. પરંતુ તેનું સપનુ ડેપ્યુટી કલેક્ટર બનવાનું હતુ. તેનો ભાઇ ઓફિસર બનવા માંગતો હતો. પરંતુ આર્થિક તંગીને કારણે તેણે તેના સપનાની કુરબાની આપી દીધી.

ભાઇએ પોતાની બહેનના સપના પૂરા કરવા માટે રિક્ષા ચલાવી. રિક્ષાની કમાણીથી બહેનનો અભ્યાસ ચાલુ રખાવ્યો. ભાઇ પણ MPSCની તૈયારી કરી ચૂક્યો છે. પરંતુ પૈસા ન હોવાને કારણે તે પરિક્ષા ન આપી શક્યો. વસીમા તેની સફળતાનો તમામ શ્રેય તેના ભાઈ અને માતાને આપે છે. તે કહે છે કે જો ભાઈએ મને શીખવ્યું ન હોત..તો હું આ સ્થાને ન પહોંચી હોત. માતાએ ખૂબ મહેનત કરી.

Shah Jina