અજબગજબ ખબર

ક્યારેક 5 રૂપિયા માટે ખેતરમાં મજૂરી કરતી હતી આ મહિલા, આજે છે કરોડો ડોલરની કંપનીની સીઈઓ

ક્યારેક એક સમય જમવાનું પણ નસીબમાં નહોતું, 5 રૂપિયા કમાવવા માટે ખેતરમાં કરતી હતી કામ, પરંતુ રોજિંદા મજૂરીએ ઉભી કરી દીધી કરોડોની કંપની

જીવનમાં આપણે ઘણા લોકોની સફળતાની વાર્તાઓ સાંભળી હશે જેમને શૂન્યમાંથી સર્જન કરીને આજે એક ઊંચા મુકામ ઉપર બેઠા હશે. આજે તમને એક એવી જ સફળતાનાં શિખર ઉપર પહોંચેલી મહિલાની સત્યઘટના જણાવવા જઈ રહ્યા છે જે મહિલા એક સમયે 5 રૂપિયા માટે ખેતેરોમાં મજૂરી કરતી હતી પરંતુ આજે તે કરોડોની કંપનીની સીઈઓ છે.

Image Source

આ મહિલા છે તેલંગાણાના વારંગલની જ્યોતિ રેડ્ડીની જેને 5 રૂપિયા માટે ખેતરમાં મજૂરી કરી હતી. પરંતુ તેની સખત મહેનત અને પરિશ્રમ બાદ તે આજે તેને કરોડો રૂપિયાની કંપની બનાવી દીધી છે. જ્યોતિનો જન્મ 1970માં થયો હતો. જ્યોતિ ઉપરાંત તેની બીજી ચાર બહેનો પણ છે જેમાં જ્યોતિ સૌથી નાની છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તે ભણી ના શકી. પરિવારની આર્થિક સ્થિતિ એકદમ ખરાબ થવાના કારણે તેને અનાથાશ્રમમાં મૂકી દેવામાં આવી.  અહીંયા જ્યોતિએ અભયસ શરૂ કર્યો અને 10માં ધોરણમાં તે પહેલા ડિવિઝનમાં પાસ થઇ, પરંતુ ગરીબીના કારણે તે આગળ ના ભણી શકી.

Image Source

જ્યોતિની મુશ્કેલીઓ ત્યાં જ પૂર્ણ ના થઇ અને 16 વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા, તે સમયે તેના પતિની ઉમર 26 વર્ષની હતી. લગ્નના બે વર્ષ પછી તો લક્ષ્મીના બે બાળકો પણ થઇ ગયા. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તેના બાળકોના અભ્યાસમાં પણ મુશ્કેલી આવી રહી હતી. આ સમયે જ્યોતિએ પરિસ્થિતિ બદલવાનું નક્કી કરી અને પાસેના જ ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું.

Image Source

જ્યોતિને ખેતરમાં કામ કરવા માટે માત્ર 5 રૂપિયા મળતા હતા. ધીમે ધીમે તેને લોકોને મળવાનું શરૂ કર્યું આ દરમિયાન જ એક સરકારી યોજના નહેરુ યુવા કેન્દ્ર સાથે જોડાઈ ગઈ.  આ સંસ્થા સાથે જોડાતા જ્યોતિએ ફરીવાર ભણવાનું શરૂ કર્યું અને તે દરમિયાન તે ટાઈપિંગ પણ શીખી ગઈ. થોડા વર્ષ પછી 1992માં તેને એક શાળામાં ભણાવવાનું શરૂ કર્યું જેના માટે તેને 398 રૂપિયા પગાર મળતો હતો.જ્યોતિને સ્કૂલથી આવવા જવામાં 4 કલાકનો સમય લાગતો હતો આ સમયનો તેને સદુપયોગ કરવાનો વિચાર કર્યો અને તેને સાડી વેચવાનું શરૂ કર્યું.

Image Source

જ્યોતિના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જયારે વર્ષ 2000માં તેની એક અમેરિકી કઝીન તેના ગામમાં આવી અને બંનેની મુલાકત થઇ. તેની કઝીને જ્યોતિને અમેરિકા આવવા માટે કહ્યું અને તે માની પણ ગઈ. તેના બાદ તેને પોતાના બંને બાળકોનું એડમિશન મિશનરી સ્કૂલમાં કરાવ્યું અને તે અમેરિકા ચાલી ગઈ. અમેરિકા ગયા બાદ જ્યોતિએ ઘણા પ્રકારની નોકરી કરી. આ દરમિયાન વિઝાના કામને લઈને તે ઘણીવાર વિઝા ઓફિસ અને કોર્ટ પણ જવા લાગી.

Image Source

વિઝા ઓફિસ અને કોર્ટના ચક્કર કાપતા જ્યોતિએ જોયું કે ઘણા લોકો વિઝા માટે ગમે તેટલા પણ રૂપિયા આપવા માટે તૈયાર થઇ જાય છે. ત્યારબાદ જ્યોતિએ વિઝા કન્સલ્ટીન્ગનું કામ કરવાનું શરુ કર્યું, ધીમે ધીમે જ્યોતિનું આ કામ પણ ચાલવા લાગ્યું.  ત્યાર બાદ જ્યોતિ વિઝા આપવા માટે એક સોફ્ટવેયર બનાવડાવ્યું અને તેને કંપનીમાં બદલી દીધું.

Image Source

જ્યોતિની બનાવેલી કંપની સોફ્ટવેયર સોલ્યુશનના રિલાયન્સ સમેત ઘણી જ મોટી કંપ્નીઓણાં ગ્રાહક છે. જ્યોતિની કંપનીની વેલ્યુ આજે 15 મિલિયન અમેરિકી ડોલરથી પણ વધારે છે. તેની કંપની અમેરિકાના ફોનિક્સમાં છે અને આજે તેની પાસે અમેરિકામાં 6 ઘર ઉપરાંત ભારતમાં પણ ઘણી જ મોંઘી પ્રોપર્ટી પણ છે.