અજબગજબ ખબર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

બાળપણમાં પોતાની માતા સાથે બંગડીઓ વેચતો હતો, આજે છે IAS ઓફિસર, વાંચો એક પ્રેરણા દાયક કહાણી

દીકરાને IAS બનાવ્યા પછી પણ મા વેચી રહી છે બંગડીઓ, કહ્યું આજ પૈસાથી ભણાવીને દીકરાને બનાવ્યો છે કલેકટર

દરેક માણસ  સપના જુએ છે અને એ સપનાઓ પુરા કરવા માટે દિવસ રાત મહેનત પણ કરે છે, ઘણા લોકો પોતાના સપના પુરા કરી શકે છે અને ઘણા લોકોના સપના અધૂરા જ રહી જાય છે, પરંતુ જ્યાર કોઈ સપનું જોયું હોય અને તેને પૂરું કરવા માટે મહેનત કરીને સફળતાનાં એક પછી એક પગથિયાં ચઢયા હોઈએ અને ટોચ ઉપર પહોંચવાનો જે આનંદ હોય છે એ તો જે સંઘર્ષ કરીને આગળ આવૅ છે તે જ વ્યક્તિ જાણી શકે છે.

Image Source

આજે અમે તમને એવી જ એક સંઘરપૂર્ણ હકીકત જણાવાના છીએ, જે મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલા રમેશ ઘોલાપની છે. જેમના જીવનમાં એક સમય એવો પણ હતો જયારે તમેને પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાની માતા સાથે બંગડીઓ વેચવાનું પણ કામ કરવું પડતું હતું. પરંતુ આજે તે એક IAS ઓફિસર છે.

Image Source

ભલે તેમનો જન્મ ગરીબીમાં થયો પરંતુ તેમને પોતાના જીવન સંઘર્ષો સામે ક્યારેય હાર નથી માની, આને આજે તે લાખો યુવાનો માટે એક પ્રેરણારૂપ બની ગયા છે. આજે રમેશ ઘોલાપ ઝારખંડમાં ઉપયુક્ત પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે.

Image Source

રમેશના પિતાજી પોતાની પંક્ચરની દુકાનથી 4 લોકોના પરિવારનું ભારણ પોષણ કરતા હતા, પરંતુ વધારે પડતો દારૂ પીવો તેમના માટે ઘાતક સાબિત થયો અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા.  પરિવારનું ભારણ પોષણ કરવા માટે તેમની માતાએ આસપાસના ગામોમાં બંગડી વેચવાનું શરૂ કર્યું, રમેશ અને તેનો ભાઈ તેની માતાના આ કામની અંદર મદદ કરવા લાગ્યા, પરંતુ કિસ્મત પણ રમેશના સાથમાં નહોતી, આ સમય દરમિયાન કે રમેશના ડાબા પગની અંદર પોલિયો થઇ ગયો.

Image Source

રમેશના ગામમાં ભણવા માટે માત્ર એક જ પ્રાઈમરી શાળા હતી, રમેશને બાળપણથી જ ભણવામાં રસ હતો માટે આગળ ભણવા માટે તેને તેના કાકાની પાસે બરસી મોકલી દેવામાં આવ્યો. રમેશને એ વાતની ખબર હતી કે માત્ર ભણતર જ તેના પરિવારની ગરીબીને દૂર કરી શકશે, માટે તેને ખુબ મન લગાવીને અભ્યાસ કર્યો.

Image Source

રમેશ ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો જેના કારણે તેને પોતાના શિક્ષકોના દિલમાં પણ જગ્યા મેળવી લીધી હતી. જયારે તેના પિતાનું અવસાન થયું ત્યારે તે 12માં ધોરણની પરીક્ષાની તૈયારીમાં લાગેલો હતો. તે સમયે પરિવારની ગરીબી એવી હતી કે તેને પોતાના પિતાની અંતિમ યાત્રામાં જોડાવવા માટે 2 રૂપિયા પણ નહોતા. કોઈપણ રીતે તે પડોસીઓની મદદ લઈને પોતાના પિતાની અંતિમ યાત્રામાં જોડાઈ ગયો.

Image Source

પોતાના પિતાના અવસાન બાદ તેના માથે જાને દુઃખોનો પહાડ જ તૂટી પડ્યો હતો છતાં પણ તેમને હાર ના માની અને 12માં ધોરણમાં 88 ટકા સાથે પાસ પણ થઇ ગયો. 12માં ધોરણ પછી તેમને શિક્ષણમાં જ ડિપ્લોમા કર્યું અને 2009માં તે શિક્ષક બની ગયો. પરંતુ શિક્ષક બનીને જ તે રોકાઈ જાય એમાંથી નહોતો.

Image Source

તેમને પોતાની નોકરી છોડી દીધી અને આઇએએસની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. ઘણી જ મહેનત કરીને તે છેલ્લા વર્ષ 2012માં સીવીલી સર્વિસ પરીક્ષામાં 287 રેન્ક મેળવી સફળ થઇ ગયા.