ગુજરાતની દીકરીએ 3-3 વર્ષ કડિયાકામ કર્યું, આજે પોલીસમાં એવી પોસ્ટ મેળવી કે ચારેબાજુ વાહ વાહ થઇ ગઈ…
સામાજિક પડકારોનો સામનો કરતાં કરતાં અને આર્થિક કટોકટી વચ્ચે પણ આજની યુવતીઓ સફળતા હાંસલ કરતી હોય છે. આવો જ કિસ્સો પાટડીના માલધારી પરિવારની દીકરીનો છે. તેણે 3 વર્ષ કડિયાકામ કર્યું. ધોરણ-12માં 2 વિષયમાં નાપાસ થઈ અને તે છતાં પણ હિંમત ન હારી મહેનત કરી તે CRPF કોન્સ્ટેબલ બની ગઇ.

ભાવના ખાંભલા અત્યારે વડોદરામાં હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે. ભાવનાએ જે સિદ્ધિ મેળવી છે, તેની પાછળ તેનો સંઘર્ષ છે. પાટડીના ડેપ્યુટી કલેક્ટરના રોજમદાર ડ્રાઇવરની દીકરી પોલીસ કોન્સ્ટેબલ અને સીઆરપીએફમાં પસંદ થઇ છે અને તેઓ માટે આ વાત ખૂબ મહત્વની છે.
ભાવનાએ આર્થિક રીતે સહયોગ આપવા અભ્યાસ છોડ્યો હતો પરંતુ તેણે તેના સપનાને સાકાર કરવા માટે મજૂરીકામ કર્યુ અને ધોરણ 12ની પરીક્ષા આપી હતી. તેણે 2 વિષયમાં પાસ ના થવા છતાં તેણે હિંમત હારી નહિ અને તે ધોરણ 12માં બીજીવાર પરિક્ષા આપીને ઉત્તીર્ણ થઈ હતી.

ભાવનાના પિતાએ જણાવ્યું હતુ કે, તેમની દીકરીએ ઘણી મહેનત કરીને કોન્સ્ટેબલ અને CRPFની પરીક્ષા પાસ કરી અને તેણે પરિવારનું નામ ખૂબ જ રોશન કર્યું છે. ભાવનાએ ‘સત્યના પ્રયોગો’ પુસ્તકો વાંચ્યા બાદ ઘરમાં જ નાની લાઇબ્રેરી શરૂ કરી હતી. આજે તેના વાંચનના શોખથી તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકી.

ભાવનાનું માનવું છે કે, જીવનમાં કોઈ લક્ષ્ય હોવું જોઈએ અને તેનું લક્ષ્ય હતું UPSC પરીક્ષા પાસ કરવાનું અને દેશની સેવા કરવાનુ.તેણે કહ્યુ મેં મારા અભ્યાસનો ખર્ચ જાતે કાઢવાનું નક્કી કર્યું. મેં રસોઈયાની નોકરી પણ કરી છે અને અત્યારે પણ હું નોકરી કરું છું.

તેણે કહ્યુ કે, મારે UPSCની પરીક્ષા પાસ કરવી હતી એટલે હું સવારે, સાંજે અને ક્યારેક રાત્રે 1 વાગ્યે પણ દોડવા નીકળી પડતી હતી. હાઈસ્કૂલમાં છોકરીઓ ભણવા આવતી નહોતી છત્તા મેં 1 વર્ષ મહેનત કરી.
ભાવનાએ ગાંધીજીના સત્યના પ્રયોગો પુસ્તક વાંચીને ડાયરી લખવાનું શરૂ કર્યું. તેને અંગ્રેજી આવડતું નહોતું. પરંતુ તેને લાગ્યુ કે, મારે એ શીખવું જરૂરી છે એટલે તેણે શીખી લીધું. તેને ઘણીવાર રડવાની, મહેનત કરવાનું છોડી દેવાની ઈચ્છા પણ થતી પરંતુ ક્યારેય હિંમત હારી નહિ.