પતિ અને ભાઇ IAS, કોોતે પણ બે વાર UPSC કરી ચૂકી છે ક્રેક, આ લેડી ઓફિસર નથી કોઇ મોડલથી કમ

ઉત્તર પ્રદેશની રહેવાસી આઈએફએસ આરુષિ મિશ્રાએ આઈઆઈટીમાંથી બી.ટેક કર્યું છે. તેનો પતિ ચર્ચિત ગૌર આઈએએસ ઓફિસર છે. આરુષિએ સખત મહેનત કરી અને યુપીએસસી ભારતીય વન સેવામાં બીજો ક્રમ હાંસિલ કર્યો. તો ચાલો જાણીએ આઈએફએસ ઓફિસર આરુષિ મિશ્રા વિશે. આરુષિના પિતા અજય મિશ્રા વરિષ્ઠ એડવોકેટ અને માતા નીતા મિશ્રા લેક્ચરર છે.

આરુષિનો ભાઇ અર્ણવ મિશ્રા ઉત્તરપ્રદેશમાં ડિપ્ટી કલેક્ટરના પદ પર કાર્યરત છે. આઈએફએસ આરુષિ મિશ્રાના પતિ આઇએએસ ચાર્ચિત ગૌડ આગ્રા વિકાસ ઓથોરિટીના વાઇસ ચેરમેન છે. ઉત્તર પ્રદેશમાં જન્મેલી આરુષિ મિશ્રા અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેણે ધોરણ 10માં 95.14 ટકા અને ધોરણ 12માં 91.2 ટકા મેળવ્યા છે.

આ પછી તેણે IIT રૂડકીમાંથી B.Tech નો અભ્યાસ કર્યો અને વર્ષ 2014માં B.Tech પાસ કર્યા બાદ આરુષિએ UPSCની તૈયારી શરૂ કરી અને ભારતીય વન સેવાની પરીક્ષામાં દ્વિતીય ક્રમાંક મેળવીને સમાજની સામે એક ઉદાહરણ સ્થાપિત કર્યું. આરુષિએ વર્ષ 2021માં ચર્ચિત સાથે લગ્ન કર્યા હતા.

હાલમાં, આરુષિ મિશ્રા આગ્રા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી ડીએફઓ છે. UPSCની ભારતીય વન સેવા પરીક્ષામાં બીજો રેંક હાંસિલ કર્યા પહેલા આરુષિને UPSC પરીક્ષામાં 229 રેન્ક સાથે IRSની પોસ્ટ ફાળવવામાં આવી હતી.

આ ઉપરાંત તેમને ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ પરીક્ષામાં 16મો રેન્ક અને ડીએસપીની પોસ્ટ ફાળવવામાં આવી હતી. IFS આરુષિ મિશ્રા અભ્યાસમાં હોશિયાર હોવા ઉપરાંત સુંદરતામાં પણ કોઈ હિરોઈનથી ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Shah Jina