ફિલ્મી દુનિયા

‘કબીરસિંહ’ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા શાહિદ અને કિયારા સહિતના સેલેબ્સ, કિયારાનો હતો કંઈક આવો જલવો

‘એમએસ ધોની’ ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં કિરદાર અને ખુબસુરતીથી કિયારા અડવાણીએ બધાના દિલ પર છવાઈ હતી. હવે તે કબીર સિંહ જેવી ફિલ્મ કરી છે. કિયારાનો ફ્રેશ લુક બધા ઉપર છવાઈ ગયો છે.હાલમાં  જ કિયારાએ


કબીરસિંહની સક્સેસ પાર્ટીમાં સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. કિયારાના લુકની વાત કરવામાં આવે તો આ પાર્ટીમાં તે એકદમ યુનિક લુકમાં નજરે આવી હતી. કિયારાએ મલ્ટીકલર  ચેકટ હાઈ સ્લીટ  ડ્રેસ પહેર્યો હતો.આ લુકમાં તે બેહદ સુંદર લાગતી હતી.  કિયારાનો આ ફ્રેશ લુક લોકોને બહુજ પસંદ આવી રહ્યો છે. પરંતુ તતેના ડ્રેસના કારણે તેને ટ્રોલ થઇ હતી.


કિયારા આ લુક સાથે લાઈટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક અને પોનીમાં નજરે આવી હતી. શાહિદ કપુરમાં લુકની વાત કરવામાં આવે તો તેને બ્લેક જીન્સ અને બ્લેક ટી શર્ટમાં નજરે ચડયા હતા.


કિયારાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘કબીરસિંહ’ બોક્સઓફિસ પર ધમાલ મચાવી છે. ત્યારેસાંભળવામાં આવ્યું છે કે કિયારાને મોટકએ બજેટ ફિલ્મ’સાહો’ના મેકર્સે એક સ્પેશિયલ સોન્ગ માટે અપ્રોચ કરવામાં આવી છે.


કિયારા સાઉથની ઘણી ફિલ્મમાં કામ કરી ચુકી છે. ત્યાં પણ તેના ફેન ફોલોઇંગ છે.આ કારણથી જ મેકર્સ એ ફિલ્મમાં એક સ્પેશિયલ ગીત રાખ્યું છે. જો ક્યારા આ ગીત માટે હા પાડશે તો આ ગીતનું શુંટીંગ જલ્દી જ શરૂ કરવામાં આવશે.


કબીરસિંઘે 13 દિવસમાં  200 કરોડના ક્લબમાં સામેલ થઇ ચુકી છે. ગુરુવારે આ ફિલ્મની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં શાહિદ કપૂર, કિયારા અડવાણી સિવાય સિંગર તુલસી કપૂર પણ નજરે આવ્યો હતો. સાથે જ દિવ્ય ખોસલા ખાસ મહેમાન બની હતી. સાથે જ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી પણ હાજર રહ્યા હતા.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks