જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

ધીરુભાઈ અંબાણીનાં આ 5 સફળ સુત્રો, તમે પણ અબજોપતિ બની જશો… જે કોઈને પણ પહોંચાડી શકે છે સફળતાના શિખર પર, જાણો વિગતે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આજે એટલી પ્રગતિ કરી છે કે દેશ-દુનિયામાં આ નામ દરેક વ્યક્તિ જાણે છે. આજે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી ઓળખાય છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે લાખો લોકોને રોજગાર પૂરું પાડે છે. આજે આ કંપની નંબર વન પરની પોઝીશન પર છે, પણ કદાચ લોકો નહિ જાણતા હોય કે આ પોઝીશન પર આવવા માટે કેટલો લાંબો સફર કરવો પડ્યો હતો. કેમ કે તેની પાછળ સખત મહેનત હતી, ‘ધીરુભાઈ અંબાણી’ની.

Image Source

સફળતા ક્યારેય પણ સરળતાથી નથી મળતી. અને જયારે વાત દેશના સૌથી ધનિક વ્યક્તિ બનવાની હોય તો તમારે એનાથી પણ એક પગલું આગળ વધવાનું હોય છે. ધીરુભાઈ અંબાણીનો આ જ મંત્ર હતો. એક પિતાના રૂપમાં ધીરુભાઈએ આ શીખ પોતાના દીકરા મુકેશ અંબાણીને પણ આપી હતી. આ જ શીખના જોરે આજે મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. મુકેશ અંબાણી અનુસાર, પોતાના પિતાથી શીખેલી વાતોના કારણે જ આજે તેઓ સફળતાનાં આ શિખરો પર પહોંચ્યા છે.

ધીરુભાઈ અંબાણીનો જન્મ ગુજરાતના જુનાગઢ જીલ્લામાં 28 ડિસેમ્બર 1932ના રોજ થયો હતો. એક સામાન્ય માણસની જેમ ધીરુભાઈનું પણ સપનું હતું કે પોતાની પાસે પણ અન્ય લોકોની જેમ ગાડી, બંગલો હોય. હાઈસ્કુલમાં અભ્યાસ કર્યા બાદ તેમેણે એક કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. બાદમાં તેને રીટેલ માર્કેટિંગમાં કામ કરવા માટે કહ્યું હતું. તેમાં તે એરિટ્રીયા, જીબોતી, સોમાલીલૈંડ, કેન્યા અને યુગાંડા સુધીનું કામ સંભાળતા હતા.

Image Source

ધીરૂભાઈનાં સુપુત્ર મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેમનો પરીવાર મુંબઈની એક ખોલીમાં રહેતા હતા, એક રૂમમાં. બંને ભાઈ તે ગલીઓમાં રમેલા છે. 1967માં જયારે ધીરુભાઈએ કંપની ખોલી ત્યારે તેમની પાસે પુરતા પૈસા પણ ન હતા. ત્યારે તેમણે વીરેન શાહની મદદ માંગી હતી. વીરેનની મુકંદ આયરન એંડ સ્ટીલ કંપની હતી, પણ વીરેન શાહે મદદ માટે ના કરી દીધી હતી. કેમ કે તેને લાગતું હતું કે ધીરુભાઈનો આ પ્રોજેક્ટ ચાલી શકશે નહિ. પણ પછીથી પોતાના બળે રિલાયન્સ કંપની ઉભી કરી હતી. અને આજે આખી દુનિયા ધીરુભાઈનું નામ સારી રીતે જાણે છે.

શરુ થયું ધીરુભાઈ અંબાણી સ્કવેર –

નીતા અને મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2 કરોડ મુંબઈવાસીઓ માટે એક નવું અને ગૌરવશાળી આઇકોન – ધીરુભાઈ અંબાણી સ્કવેર સમર્પિત કર્યું. આ સ્કવેર મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે આવેલું છે. ધીરુભાઈ અંબાણી સ્કવેર જિયો વર્લ્ડ સેન્ટરનો ભાગ છે. આ પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું કે ધીરુભાઈ અંબાણી સ્કવેરમાં વિશેષ મ્યુઝિકલ ફાઉન્ટેન કાર્યક્રમ મુંબઈની જીવંત ભાવના માટે સમર્પિત છે.

Image Source

ધીરુભાઈની 5 શીખ…

1. બિઝનેસમાં રિલેશનશિપ નહિ પાર્ટનરશીપ ચાલે છે:

રિલાયન્સ Jioના લોન્ચિંગ બાદ પોતાના એક ઇન્ટરવ્યૂમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ધીરુભાઈ તેમને દીકરાની જેમ નહિ પરંતુ પાર્ટનરની જેમ ટ્રીટ કરતા હતા. તેઓ કહેતા હતા કે બિઝનેસમાં રિલેશનશિપ નહિ પાર્ટનરશીપ ચાલે છે.

2. બિઝનેસમેનને ખબર હોય છે કે શું કરવાનું છે:

કોઈ પણ કામ શરુ કરતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમારું લક્ષ્ય શું છે. ત્યારે જ તમે એના સુધી પહોંચી શકો છો. લક્ષ્ય વગર કોઈ પણ દિશામાં દોડયા કરવાથી કઈ જ પ્રાપ્ત નથી થતું.

Image Source

3. હંમેશા સકારાત્મક રહો:

તમે કોઈ પણ કામ કરતા હોવ કે અભ્યાસ કરતા હોવ, હંમેશા સકારાત્મક રહેવું જરૂરી છે. આ એપ્રોચ સાથે તમે કોઈ પણ કામ કરશો તો તમને સફળતા જ મળશે. ઘણા નકારાત્મક લોકો તમને મળશે પણ તેમની આસપાસ રહીને પણ તમારે સકારાત્મકતા જ ફેલાવવાની છે.

4. નિષ્ફળતાથી ડરો નહિ, એમાંથી શીખો, ક્યારેય હાર ન માનો:

દરેક વ્યક્તિએ સફળતા અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. એટલે નિષ્ફળતાથી ડરવું ન જોઈએ પણ દૃઢતાથી તેનો સામનો કરવો જોઈએ.

Image Source

5. સારી ટિમ તૈયાર કરો:

એક સારી ટિમ વિના તમે કશું નહિ કરી શકો. એટલે સારા લોકો સાથે ટિમ બનાવવી અને મહેનતથી કામમાં લાગેલા રહેવું, સફળ થવા માટે ખૂબ જરૂરી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.