સસરાએ નવી નવેલી વહુ સામે આપ્યો અનોખી રીતે પોતાનો પરિચય, આ ફેમસ ગીત પર ડાંસ કરી કહી દીધી એવી વાત કે…જુઓ વીડિયો

દુલ્હનના સામે ઊભા રહી ગયા સ્ટાઇલિશ સસરા, ડાંસ કરતા કહી દીધી આવી વાત, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર દરરોજ લગ્નના કોઇના કોઇ વીડિયો વાયરલ થતા રહે છે. લગ્નવાળા દિવસે દુલ્હા-દુલ્હન પોતાના ડાંસ પરફોર્મન્સની સારી રીતે તૈયારી કરી રાખે છે. ઘરના બીજા સભ્યો પણ લગ્નમાં પોતાના ડાન્સ પરફોર્મન્સથી લોકોનું દિલ જીતી લે છે. જો કે, કેટલાક લોકો એ તૈયારી કરીને રાખે છે કે સ્ટેજ પર ગયા બાદ કરવાનું શું છે. જેમ આપણે બધા જાણીએ છીએ તેમ સસરા અને વહુના વચ્ચે પિતા અને દીકરીનો પ્રેમાળ સંબંધ હોય છે.

જો કે, લગ્નમાં દુલ્હનના સસરા સામે નથી પડતા પણ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં સસરાનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે લગ્નમાં જયમાળા બાદ દુલ્હા અને દુલ્હન પાસે કેટલાક લોકો સ્ટેજ પર નાચી રહ્યા છે, ત્યારે જ દુલ્હનના સસરા આવે છે અને ધમાલ મચાવી દે છે. જે લોકોએ પહેલીવાર જોયા તેમને તો વિશ્વાસ જ ના થયો કે આ યંગ વ્યક્તિ કોણ છે.

આવું એટલા માટે કારણ કે દુલ્હનના સસરા ઘણા જ યંગ લાગે છે. તે દુલ્હનની સામે આવીને ઊભા રહે છે અને પછી બ્લોકબસ્ટર ફિલ્મ હમ સાથ સાથ હૈના પોપ્યુલર ગીત આવો જી દુલ્હન ઇનસે મિલો જી..ના લિરિક્સ ગણગણે છે. સ્ટાઇલિશ સસરા દુલ્હન સામે ઊભા રહી કહે છે કે પહેલે દુલ્હન તુમ ઇનસે મિલો જી, ઘર કે મુખિયા તુમ્હારે સસુરજી…એ બાદ પરિવારના સભ્ય તેમના પર નોટ ન્યોછાવર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Prempal Verma (@prempal.verma.58)

સસરાને જોઇ તેમની ઉંમરનો અંદાજ ન લગાવી શકાય. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર prempal.verma.58 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને હજારો લોકોએ લાઇક કર્યો છે અને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Shah Jina