સાઉથના આ ફેમસ અભિનેતાના ફિલ્મના સેટ પર મોટો અકસ્માત ! 20 ફૂટની ઉંચાઇથી પડી થયુ સ્ટંટમેનનું મોત

સાઉથ ફિલ્મના સેટ પર અકસ્માત, 20 ફૂટની ઉંચાઇથી પડ્યો સ્ટંટમેન, થયુ મોત

લોકોને જે ફિલ્મો ગમે છે તેનો મોટાભાગનો શ્રેય કલાકારોને જાય છે, પણ લોકો એ ભૂલી જાય છે કે ફિલ્મ બનાવવા પાછળ ઘણા લોકોએ મહત્વની ભૂમિકાઓ ભજવી હોય છે. ફિલ્મના સેટ પર હજારો લોકો હોય છે અને આવી સ્થિતિમાં ઘણી વખત દુર્ભાગ્યવશ સુરક્ષાની તમામ તકેદારી રાખ્યા બાદ પણ દુર્ઘટના સર્જાઇ જતી હોય છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા કે એક ફિલ્મના સેટ પર મોટો અકસ્માત થયો, જેમાં ફિલ્મના એક સ્ટંટમેનનું મોત થયું.

20 ફૂટની ઊંચાઈએથી પડી જવાને કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. જણાવી દઈએ કે બોલિવૂડની નહીં પણ સાઉથ ઈન્ડસ્ટ્રીના ફિલ્મ સેટ પર આ અકસ્માત સર્જાયો હતો. . અભિનેતા વિજય સેતુપતિ ‘વિદુથલાઈ’ નામની તમિલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ બે ભાગમાં શૂટ થઈ રહી છે. આ ફિલ્મના સેટ પર એક અનુભવી સ્ટંટમેનનું અવસાન થયું. આ સ્ટંટમેન ફિલ્મના સેટ પર કામ કરી રહ્યો હતો.

લગભગ ત્રીસ વર્ષનો અનુભવ ધરાવતો આ સ્ટંટમેન એસ સુરેશ એક ફિલ્મી સીન શૂટ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટંટમેન એસ સુરેશને એક સ્ટંટ કરવાનો હતો, જેમાં તેને 20 ફૂટની ઊંચાઈથી કૂદવાનું હતું. તેને દોરડા વડે ક્રેન સાથે બાંધવામાં આવ્યો હોવા છતાં દોરડું તૂટી જતાં તે નીચે પડી ગયો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સેટ પર અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી અને તપાસ શરૂ કરી. સુરેશ 25 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. તે શરૂઆતથી જ સ્ટંટ મેન હતો. હાલ આ દુર્ઘટનાના કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. વિજય સેતુપતિએ પોતાના ટ્વિટર પર ફિલ્મના સેટની ઘણી તસવીરો શેર કરી છે. વિજયે પહેલા કહ્યું હતું કે ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. જ્યારે બીજાનું શૂટિંગ હજુ ચાલુ છે, જ્યાં આ ઘટના બની હતી.

Shah Jina