આ કાકાએ બાઈક ઉપર કર્યા દિલ ધડક સ્ટન્ટ, વીડિયો આવી ગયો પોલીસના હાથે પછી કરી એવી મહેમાનગતિ કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે સોશિયલ મીડિયામાં નામના મેળવવા માટે કંઈપણ કરી છૂટતા હોય છે. ખાસ કરીને યુવાનો. ઘણા યુવાનો બાઈક ઉપર એવા અજીબો ગરીબ સ્ટન્ટ કરીને વીડિયો બનાવતા હોય છે કે તે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. પરંતુ આવા સ્ટન્ટ તેમના માટે ક્યારેય જોખમકારક સાબિત થઇ શકે છે અને તેમના મોત પણ થઇ શકે છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બાઈક ઉપર કોઈ યુવાન નહિ પરંતુ એક કાકા સ્ટન્ટ કરતા જોવા મળે છે. બાઈક ઉપર તેમના આ સ્ટન્ટ એટલા ખતરનાક છે કે તેને જોઈને યુવાનિયાઓ પણ ભોંઠા પડી જાય. પરંતુ તેમનો આ સ્ટન્ટ ઘણો જ જોખમ ભરેલો છે.

આ વાયરલ વીડિયો સામે આવ્યો છે ગાઝિયાબાદમાંથી. જ્યાં એક બુલેટ બાબાનો આ સ્ટંટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, પરંતુ બાબાને આ સ્ટંટના કારણે મોટી રકમ ચૂકવવી પડી છે. આ સ્ટંટ વીડિયો ગાઝિયાબાદના વેબ સિટીનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક આધેડ વયનો વ્યક્તિ ખતરનાક રીતે સ્ટંટ કરી રહ્યો છે. જો બાઇકનું બેલેન્સ થોડું પણ બગડે તો જીવ પણ જઈ શકે છે.

ત્યારે આ વૃદ્ધ કાકાને બાઇક પર સ્ટંટ કરવાનો ભારે પડી ગયો. બાઇક પર સ્ટંટ કરતા તેનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે વૃદ્ધનું ચલણ કાપી નાખ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધે આ વીડિયો એટલા માટે બનાવ્યો કારણ કે તે સોશિયલ મીડિયામાં લોકપ્રિય બનવા માંગતો હતો. પરંતુ વૃદ્ધને ખબર ન હતી કે આજકાલ પોલીસ પણ વીડિયો જોઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

મામલો ગાઝિયાબાદના વેબ સિટી વિસ્તારનો છે, જ્યાંથી એક વૃદ્ધ વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. વૃદ્ધ વ્યક્તિ બાઇક પર ઉભા રહીને સ્ટંટ કરતા જોઇ શકાય છે. સ્ટંટમેન સામે કડક કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ ટ્રાફિક પોલીસે 26 હજાર 500નું ઓનલાઈન ચલણ આપ્યું છે. સ્ટંટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ પણ ચલણ કાપીને આવા સ્ટંટમેનોને પાઠ ભણાવવા માંગે છે, પરંતુ જ્યાં સુધી કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેઓ માનતા  નથી.

Niraj Patel