આ ભાઈને ચાલુ બાઈક ઉપર સ્ટન્ટ કરવા પડી ગયા ભારે, એક પછડાયો ઊંધા મોઢે તો બીજો ઝાડવામાં બાઈક સાથે જ ઘુસી ગયો, જુઓ વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં પોતાનું નામ મોટું બનાવવા માટે લોકો ગમે તે કરી છુટતા હોય છે, આજે ઘણા યુવાનોને સોશિયલ મીડિયામાં વધારે લાઈક અને ફોલોઅર્સ મળે તેવા કામ કરતા હોય છે, જેના માટે તે ઘણીવાર જીવલેણ સ્ટન્ટ પણ કરતા હોય છે, પરંતુ આવા સ્ટન્ટ ક્યારેક તેમના માટે જ જોખમકારક સાબિત થતા હોય છે, ઘણીવાર આવા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે તો ઘણીવાર જીવથી પણ હાથ ધોઈ બેસતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક ઉપર એવા સ્ટન્ટ કરે છે જેના કારણે તેની સાથે સાથે બીજા લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ જતા જોવા મળી રહ્યા છે. આ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવા સ્ટન્ટ કરે છે, પરંતુ આવા સ્ટન્ટ કરવાનું પરિણામ તેને ઓન ધ સ્પોટ જ મળી ગયું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે છોકરાઓ કેવી રીતે જોખમી રીતે બાઇક પર સ્ટંટ કરી રહ્યા છે. એક છોકરો બાઇક પર ઊંધો બેઠો છે, જ્યારે બીજો છોકરો બાઇક પર ઊભો રહીને સેલ્ફી લઈ રહ્યો છે. બંનેને જોઈને લાગે છે કે આજે તેઓ કંઈક તોફાની કરવાના મૂડમાં છે. પરંતુ, થોડીવાર પછી જે થાય છે તે જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે આ સ્ટન્ટ કરવા દરમિયાન જ બાઈક ઉપર ઊભેલા વ્યક્તિનું બેલેન્સ બગડે છે અને તે ઊંધા મોઢે રોડ ઉપર પટકાય છે, તો બીજી તરફ એજ બાઈક ઉપર ઊંધા મોઢે બેસી રહેલો માણસ પણ બાઈક સાથે જ રોડની બાજુમાં રહેલી ઝાડીઓમાં ઘુસી જાય છે, વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે તેમને બચાવવા માટે એક વ્યક્તિ પણ ભાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ વીડિયો ક્યાંનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ થઇ શકી નથી, પરંતુ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ઘણા લોકોને આ ઘટના ખુબ જ હાસ્યાસ્પદ લાગી રહી છે, તો ઘણા લોકો આવા સ્ટન્ટ ઉપર ગંભીરતા પણ વ્યક્ત કરી રહ્યા છે, ઘણા લોકોએ કોમેન્ટ કરી અને લોકોને આવા જોખમી સ્ટન્ટ ના કરવાની પણ સલાહ આપી છે.

Niraj Patel