આ પાયલોટે સુરંગમાં જ ઉડાવી દીધું પ્લેન, વીડિયો જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો

દુનિયાની અંદર ઘણા લોકો તેમના હેરતઅંગેજ કારનામા કરવા માટે જાણીતા હોય છે. તેમના આ કારનામાના  ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા જોવા મળે છે. હાલ એવો જ એક દિલધડક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પાયલટ સુરંગની અંદર પ્લેન ઉડાવી રહ્યો છે.

ઇસ્તંબુલના રેસ અને સ્ટન્ટ પાયલટ ડારિયો કોસ્ટાએ તુર્કીના ઉત્તરી મરમારા હાઇવે ઉપર કૈટાલ્કા સુરંગની અંદર જીવકો એજ 540 રેસ વિમાન ઉડાવ્યું. તેનું આ પ્લેન ઉડાવવું ખુબ જ હેરાન કરી દેનારું હતું. તેના આ પ્લેન ઉડાવવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ડારિયો કોસ્ટાએ એક સુરંગ માંથી ટેક ઓફ કરીને બીજી સુરંગમાંથી પ્લેનને બહાર કાઢ્યું હતું. પ્લેને લગભગ 2.26 કિલોમીટરનું અંતર કાપ્યું. 44 સેકેંડથી પણ ઓછા સમયમાં ડારિયો કોસ્ટાએ આ અંતર કાપ્યું અને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો.

રોડ ઉપર બનેલી સુરંગમાં એક પાયલોટનો પ્લેન ઉડાવવાનો આ અવિશ્વસનીય વીડિયો લોકોને પણ હેરાનીમાં મૂકી રહ્યો છે. વીડિયોની અંદર જોઈ  ડારિયો તેના એરક્રાફ્ટને કોન્ક્રીટથી બનેલી કૈટાલ્કા સુરંગની વચ્ચે ઉડાવીને આગળ લઇ જઈ રહ્યો છે. આ સુરંગ તુર્કીના ઇસ્તંબુલમાં આવેલી છે.

Niraj Patel